Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આસારામ કેસના મુખ્ય સાક્ષી વધેલી સુરક્ષાથી અસંતુષ્ટ :કેન્દ્ર પાસે CRPF સુરક્ષાની માંગ કરતા મહેન્દ્ર ચાવલા

હરિયાણાઃ આવતીકાલે 25 એપ્રિલે આસારામના કેસ અંગેના ચુકાદાને ધ્યાને લઈને હરિયાણા પોલીસ સાવચેત થઈ ગઈ છે આસારામ અને નારાયણ સાઈ દુષ્કર્મ કેસના મુખ્ય સાક્ષી હરિયાણાના પાનીપત જિલ્લામાં સનૌલી ખુર્દ નિવાસમાં મહેન્દ્ર ચાવલાની સુરક્ષા વધારી દેવાઈ છે અગાઉ તેમની સુરક્ષામાં ફક્ત બે-ત્રણ પોલીસ જવાનો તહેનાત હતા. હવે એની સંખ્યા વધારી પાંચ જવાનોની કરવામાં આવી છે.જોકે મહેન્દ્ર ચાવલા વધેલી સુરક્ષાથી સંતુષ્ટ નથી મહેન્દ્ર ચાવલાનું કહેવું છે કે સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડવાનું કામ કેન્દ્રનું છે અને તેમણે CRPF સુરક્ષા આપવી જોઈએ.

   તેમની સુરક્ષામાં પહેલા એકવાર ચૂક થવાથી તેમના પર 13 મે 2015માં ઘરમાં જ ગોળી ચલાવી હત્યાનો પ્રચાસ કરાયો હતો, હવે હરિયાણા પોલીસ સતર્ક થઈ ગઈ છે. તેમની પાસે અને તેમના ઘરે આવનારી દરેક વ્યક્તિની તપાસ કર્યા બાદ જ મહેન્દ્ર ચાવલાને મળવા દેવાય છે. તેમની પર સતત નજર રાખવામાં આવી રહી છે. મહેન્દ્ર ચાવલાના નિવાસ સનૌલી ખુર્દમાં હરિયાણા સુનૌલી પોલીસ સ્ટેશને 24 કલાકમાં 3થી 5 સશસ્ત્ર રક્ષકોને સુરક્ષા આપી રાખી છે.

   મહેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું છે કે તે કોર્ટના ચુકાદાને લઈ ભયભીત છે. આસારામને સજા થવાની ખાતરી છે, પરંતુ માનનીય અદાલતે તેને ફાંસીની સજા આપવી જોઈએ, જેથી આવા લોકોને સબક મળે અને દેશની દીકરીઓ સુરક્ષિત રહે.

   તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની સુરક્ષા પાનીપત પોલીસ કરી રહી છે, પરંતુ સુરક્ષા આપવાની વ્યવસ્થા કેન્દ્રની હોય છે મને આરપીએફનું રક્ષણ પણ આપવું જોઈએ, કારણ કે આસારામની વિરુદ્ધ સાક્ષી આપનારા કોઈ સાક્ષી સલામત નથી.

(8:56 pm IST)