Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દીકરીઓને સન્માન આપવું જોઈએ અને દીકરાઓને વધુ જવાબદાર બનાવવા પડશે:દૂષ્કર્મ મામલે બોલ્યા મોદી

રેપની સામે વટહુકમ લાવીને સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી

માંડલા (મધ્યપ્રદેશ): સુરત, કઠુઆ અને ઉન્નાવમાં ગેંગરેપની ઘટનાને લઈને દેશભરના લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલીવાર જાહેર નિવેદન કરતા કહ્યું હતું કે રેપની સામે વટહુકમ લાવીને સરકારે મુદ્દા પર પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે કહ્યું કે લોકોએ પોતાની દીકરીઓને સન્માન આપવું જોઈએ અને સુરક્ષિત વાતાવરણ માટે દીકરાઓને વધુ જવાબદાર બનાવવા પડશે.
 
દરમિયાન પીએમ મોદીએ માંડલા જિલ્લાના રામનગરમાં સભાને સંબોધિત કરતા મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે સામાજિક આંદોલનનું આહવાહન કર્યું.

મોદીએ કહ્યું કે, ‘હમણા શિવરાજ જી (મધ્યપ્રદેશના મુખ્યમંત્રી) વટહુકમમાં સગીરાના રેપના આરોપીને ફાંસીની સજાનો ઉલ્લેખ કર્યો તો મેં જોયું કે, અહીં ઉપસ્થિત બધા લોકોએ તેનું સ્વાગત કર્યું.’ તેમણે તાજેતરમાં કેબિનેટ દ્વારા પસાર કરાયેલા વટહુકમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘દિલ્હીની સરકાર તમારા લોકોની વાત સાંભળે છે અને મુજબ નિર્ણય લે છે. એટલે કેન્દ્ર સરકારે જઘન્ય કૃત્ય માટે મોતની સજાની જોગવાઈ કરી છે.’

   અત્રે ઉલ્લેખનીય છે કે, 21મી એપ્રિલે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મીટિંગમાં વટહુકમ પસાર કરી 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર રેપના આરોપીને ફાંસીની સજાની જોગવાઈ કરી હતી.

  વડાપ્રધાને કહ્યું હતું કે, આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તેને અનુરૂપ નિર્ણય લે છે. બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા રાક્ષસી પ્રવૃત્તિના લોકોને ફાંસીએ લટકાવવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો છે.

  મધ્ય પ્રદેશના મંડલામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં એક જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ કરવાના મામલે લાવવામાં આવેલા વટહુકમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણે પરિવારમાં બાળકીઓ માટે સુરક્ષાનું વાતાવરણ તૈયાર કરવું પડશે.

  સરકાર દેશની બેટીઓને સશક્ત બનાવવાનું કામ કરી રહી છે. પરંતુ વાલીઓએ પણ તેમના દિકરાઓને જવાબદાર બનાવવાની જરૂર છે, જેથી કરીને તેઓ બાળકીઓને સન્માનની નજરે જોતા થાય. દીકરાઓને જવાબદારીઓ સિખવાડશો તો બાળકીઓની સુરક્ષા વધારે સરળ બનશે. માટે સમાજમાં એક વાતાવરણ તૈયાર કરવું પડશે અને દેશને મુશ્કેલીમાંથી બહાર કાઢવો પડશે.

   POCSO એક્ટમાં ફેરફારનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આજની સરકાર પણ દેશની જનતાનો અવાજ સાંભળે છે. તેને અનુરૂપ કાયદાઓ પણ ઘડે છે. ભારત સરકાર બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા રાક્ષસી પ્રવૃત્તિના લોકોને ફાંસીએ લટકાવવાની જોગવાઈ કરી છે. જે કોઈ પણ આવું રાક્ષસી કૃત્ય કરશે તેને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે.

(8:02 pm IST)
  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • રાજકોટ ના જયુબેલી પમ્પીંગ સ્ટેશન પાસે અચાનક ક્લોરીન ગેસ લીકેજ થયો : આસપાસનાં વિસ્તારના લોકોમાં મચી અફરાતફરી : ફાયરબ્રિગેડની તમે સ્થળ પર પહોચીને સ્થિતી પર કાબુ મેળવ્યો access_time 1:30 pm IST