Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આ મહિનાના અંતમાં ૩ દિવસ બેન્‍કો બંધ રહેશેઃ અેટીઅેમની સમસ્યા બાદ રજાના કારણે રોકડ વહીવટ ઉપર ભારે અસર સર્જાશે

નવી દિલ્હીઃ અેપ્રિલ મહિનાના અંતમાં ૩ રજા આવતી હોવાથી બેન્કીંગ વ્‍યવહારો ઉપર ભારે અસર પહોંચશે.  તેની સીધી અસર એટીએમ સેવાઓથી લઈને બેન્કિંગ સર્વિસ પર પડી શકે છે. બેન્ક 28 એપ્રિલથી 30 એપ્રિલ સતત ત્રણ દિવસ બંધ રહેશે. તેવામાં લોકોને ફરી એકવાર રોકડની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ગત દિવસોમાં આશરે આઠ રાજ્યો દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં રોડકનું સંકટ ઉભું થયું હતું. એટીએમમાં પૈસા ન હોવાની ફરિયાદ મળી હતી. 

બેન્ક ત્રણ દિવસ બંધ રહેવાથી રોકડની સમસ્યા વધી શકે છે. છેલ્લા ઘણા દિવસથી દેશભરના ઘણા ભાગોમાં એટીએમથી લઈને બેન્કની બ્રાન્ચોમાં રોકડની અછતને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સરકાર આ સમસ્યા દૂર કરવા માટે અનેક ઉપાય કરી રહી હતી. પરંતુ મુશ્કેલી હજુ યથાવત છે. આમ તો લાંબી રજા હોવાને કારણે બેન્ક તરફથી વધુ રોકડની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. 

એપ્રિલ મહિનાના અંતમાં ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે. 28 એપ્રિલે મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કમાં રજા રહેશે. 29 એપ્રિલે રવિવાર હોવાથી બેન્ક બંધ રહેશે. આજ રીતે 30 એપ્રિલે સરકાર તરફથી બુદ્ધ પૂર્ણિમાની રજાને કારણે બેન્ક બંધ રહેશે. બુદ્ધ પૂર્ણિમાની આ રજા ટ્રેઝરીઝ માટે પણ હોય છે. આ રીતે શુક્રવાર એટલે કે 27 એપ્રિલ સુધી એટીએમમાં રોકડ નાખવામાં આવશે. આમ પણ આ દિવસોમાં એટીએમમાં ક્ષમતાથી ઓછી રોકડ જ ચાલી રહી છે. એક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્ક બંધ રહે છે. સપ્ટેમ્બર 2015થી આ વ્યવસ્થા લાગું છે. બેન્ક કર્મચારીઓની માંગ માનતા સરકારે આ રજા મંજૂર કરી હતી. 

ત્રણ દિવસની રજા હોવાને કારણે શુક્રવાર બાદ એટીએમમાં રોકડ નહીં નખાઈ. તેવામાં લોકોએ ફરી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દેશના ઘણા ભાગમાં એટીએમ ખાલી થવા પર સરકારે ઘણી વાર સફાઇ આપવી પડી હતી. આરબીઆઈ અને એસબીઆઈએ પણ રોકડની સમસ્યા ન હોવાની વાત કરી હતી. આ સાથે જે વિસ્તારમાંથી ફરિયાદ મળી હતી તે વિસ્તારમાં વધુ રોકડ મોકલવામાં આવી હતી. 

(7:45 pm IST)
  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST

  • રાજકોટ ના જયુબેલી પમ્પીંગ સ્ટેશન પાસે અચાનક ક્લોરીન ગેસ લીકેજ થયો : આસપાસનાં વિસ્તારના લોકોમાં મચી અફરાતફરી : ફાયરબ્રિગેડની તમે સ્થળ પર પહોચીને સ્થિતી પર કાબુ મેળવ્યો access_time 1:30 pm IST