Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અયોધ્યામાં જો રામ મંદિર ન બને તો અમારી બલિદાની ટુકડીઓ મંદિર નિર્માણ કરશેઃ ભાજપ નેતા વિજય કટિયારનું નિવેદન

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓઅે નિવેદન આપીને જણાવ્યું છે કે, આ દિશામાં અમે આગળ વધી રહ્યા છીઅે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

રામ મંદિરને લઇને ભાજપના નેતા વિનય કટિયારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો રામ મંદિર નહીં બને તો બલિદાની ટૂકડીઓ તૈયાર કરશે. જે મંદિર નિર્માણ કરશે. વિનય કટિયારે કહ્યું હતું કે, જ્યાં સુધી આ કેસમાં કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી બલિદાની કાર્યક્રમ સ્થગિત રહેશે. જોકે, અમે આ પ્રક્રિયા ચાલું રાખીશું.

બીજી તરફ આરએસએસ, વિહિપ, બીજેપીની સંયુક્ત બેઠક પછી વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજેએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનશે. જે બધાના સહયોગથી બનશે. તેમણે કહ્યું હતું કે, આ સંયુક્ત પારિવારિક બેઠક હતી. અમારા સંગ પરિવારના કાર્યકર્તાનો સમૂહ છે. જેટલા ભાગ લઇ રહ્યા છે એમાંથી અનેક એવા છે કે જે રામ જન્મભૂમિ શરૂ થયું ત્યારથી લઇને અત્યાર સુધી આંદોલન સાથે રહ્યા છે. આ કાર્યકર્તાઓ ઘરડા થયા છે એ દરેકનો મિલન કાર્યક્રમ હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિર વેહાલમાં વહેલી તકે બનશે. આ દેશ આસ્થાઓ ઉપર ચાલે છે. ભગવાન બધુ કરે છે. એણે જ ખ્યાલ આપ્યો છે અને એજ પૂરો કરશે. જે નિશ્વિત રૂપથી પુરો થશે એ અમારો વિશ્વાસ છે. તેમણે એ પણ કહ્યું કે આ દેશ વિશ્વાસ ઉપર ચાલે છે.

બીજી તરફ વિનય કટિયારે કહ્યું હતું કે, રામ મંદિર નહીં બને તો બલિદાની ટૂકડી તૈયાર કરીશ. રામચંદ્રની ભૂમિ અમારી છે પરંતુ કોર્ટના નિર્ણય આવે નહીં ત્યા સુધી બલિદાની કાર્યક્રમને સ્થગિત રાખીશું. જોકે અમારી પ્રક્રિયા ચાલું રહેશે. જો અમારી તરફેણમાં નિર્ણય ન આવ્યો કે કામ ન થયું અથવા તો રામ મંદિરમાં અડચણ ઉત્પન્ન થશે તો બલિદાની ટૂકડીઓ તૈયાર કરીશું. આ ટૂકડીઓ મંદિર નિર્માણ કરશે. રામ મંદિર માટે સમયે સમયે પર જે આવશ્યક છે એ બધુ આ લોકો કરશે. વિનય કટિયારે બાબરી મસ્જીદના ઇકબાલ ઉપર બોલ્યા છે કે ઇકબાલ અંસારી બાળક છે, એને કંઇ જ ખબર નથી.

(7:43 pm IST)