Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વર્ક ઓથોરાઇઝેશનના રૂલ જૂનથી દૂર કરાય તેવી વકી

ઓબામા વહીવટીતંત્રના ઘણા નિયમો બદલાયા : ડિપાર્ટમેન્ટ એન્ડ હોમલેન્ડ સિક્યુરિટી સમક્ષ રજૂઆત

નવીદિલ્હી, તા. ૨૪ : એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીને વર્ક પરમિટ હવે મળી શકશે નહીં. આના કારણે હજારોની સંખ્યામાં ભારતીયો ઉપર સીધી અસર થશે. એવી માહિતી મળી રહી છે કે, વર્ક પરમિટ સાથે સંબંધિત નિયમો જૂન અથવા તો ત્યારબાદથી દૂર કરી દેવામાં આવશે. આવર્ષે માર્ચ મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથી માટે કામ કરવાના અધિકારની જોગવાઈને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આને લઇને વિવાદ થતાં આમા વિલંબની સ્થિતિ થઇ હતી. જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં ભારતીય વર્કરો અને તેમના પરિવારના સભ્યોને રાહત થઇ હતી. કોર્ટ રજૂઆતમાં એ વખતે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ કહ્યું હતું કે, એચ-૪ વિઝા ધારકોના વર્ક ઓથોરાઇઝેશનને દૂર કરવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવશે નહીં. જૂન સુધી આને લઇને રાહત આપવામાં આવી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઓબામાના સમયના અનેક નિયમો હાલમાં બદલી નાંખવામાં આવી રહ્યા છે. ભારતીય આઈટી કંપનીઓને લઇને પણ ચિંતા વધી રહી છે. વિઝાના નિયમો કઠોર બનતા સમસ્યા સર્જાઈ છે.

(7:29 pm IST)