Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ભારતીયોને ફટકો : H-1B વિઝા ધારકના સાથીને વર્ક પરમિટ નહીં

બરાક ઓબામાના શાસનકાળની જોગવાઈ દૂર કરવા તૈયારી : લાખોની સંખ્યામાં ભારતીયોને સીધી અસર થશે : એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીને એચ-૪ વિઝા હજુ સુધી આપવામાં આવ્યા : હેવાલમાં ધડાકો

નવીદિલ્હી,તા. ૨૪ : અમેરિકામાં ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીઓ માટે વર્ક પરમિટને ખતમ કરવાની યોજના બનાવી રહી છે. આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આના પરિણામ સ્વરુપે એચ-૧બી વિઝા ધારકોની પત્નિઓને સીધી અસર થઇ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમયની એવી જોગવાઇને દૂર કરવાની દિશામાં છે જે હેઠળ એચ-૧બી વિઝા ધારકોના પતિ-પત્નિને વર્ક પરમિટ જારી કરવામાં આવતા હતા. એટલે કે, હવે પતિની પાસે એચ-૧બી વિઝા છે તો પત્નિને કામ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આવી જ રીતે જો પત્નિની પાસે વિઝા છે તો પતિને વર્ક પરમિટ આપવામાં આવશે નહીં. ફેડરલ એજન્સીના એક ટોચના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ હિલચાલના પરિણામ સ્વરુપે સીધી અસર ભારતીયો ઉપર થશે. હજારો ભારતીયો ઉપર આની માઠી અસર થવાની શક્યતા છે. બરાક ઓબામાની અવધિમાં જીવન સાથીને વર્ક પરમિટ આપવાના નિર્ણયને ખતમ કરવાથી ૭૦૦૦૦થી વધારે એચ-૧બી વિઝા ધારકોને અસર થશે. જેમની પાસે વર્ક પરમિટ છે તેમને પ્રતિકુલ અસર થશે. એચ-૪ વિઝા એચ-૧બી વિઝા ધારકના જીવન સાથીને આપવામાં આવે છે. આમાથી મોટી સંખ્યામાં ભારતીય કુશળ પ્રોફેશનલો હોય છે તેમને આ વર્ક અથવા તો વર્ક પરમિટ ઓબામા વહીવટીતંત્રના સમયગાળા દરમિયાન જારી કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ જોગવાઈનો સૌથી વધારે ફાયદો ભારતીય-અમેરિકી લોકોને થઇ રહ્યો હતો. એક લાખથી વધારે એચ-૪ વિઝા ધારકોને આ નિયમનો લાભ મળી ચુક્યો છે. ઓબામા વહીવટીતંત્રના ૨૦૧૫ના નિયમ મુજબ એચ-૧બી વિઝા ધારકોના જીવન સાથીને વર્ક પરમિટની મંજુરી આપવામાં આવતી હતી. પહેલા તેઓ કોઇપણ પ્રકારની નોકરી કરી શકતા ન હતા. આનો બીજો રસ્તો એ છે કે, એચ-૧બી વિઝા ધારક સ્થાનિક નિવાસીનો દરજ્જો હાસલ કરવો પડશે. આ પ્રક્રિયાના એક દશક અથવા તો વધારે સમય લાગે છે. આવી સ્થિતિમાં ઓબામા વહીવટીતંત્રના આ નિયમથી એવા એચ-૧બી વિઝા ધારકોને ફાયદો થયો હતો જેમની પાસે જીવન સાથી પણ અમેરિકામાં નોકરી કરાવવા માટે ઇચ્છુક હતા. ટ્રમ્પ વહીવટીતંત્ર આ જોગવાઈને ખતમ કરવાની યોજના ધરાવે છે. આ ગરમીની સિઝનથી આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકા સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના નિર્દેશક ફ્રાન્સિસ સીસનાએ સેનેટર ચક ગ્રાસલેને પત્ર લખીને આ અંગેની માહિતી આપી દીધી છે. માઈગ્રેશન પોલિસી ઇન્સ્ટીટ્યુટના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાએ એચ-૧બી વિઝા ધારકોને ૭૧ હજાર પતિ-પત્નિને વર્ક પરમિટ આપ્યા હતા. આમાથી ૯૦ ટકાથી વધારે ભારતીયો હતા. વર્ષ ૨૦૧૭ની શરૂઆત જે ભારતીયોને આ જોગવાઈ હેઠળ વર્ક પરમિટ મળ્યા હતા તેમાં ૯૪ ટકા મહિલાઓ હતી જ્યારે ૯૩ ટકા ભારતમાંથી હતી જ્યારે ચાર ટકા ચીનમાંથી હતી. અમેરિકી સરકારની આ હિલચાલ ખુબ જ મુશ્કેલરુપ સ્થિતિ ભારતીયો માટે સર્જી શકે છે. એચ-૧બી વિઝા ધારકોના પતિ અથવા પત્નિને એચ-૪ વિઝા જારી કરવામાં આવે છે. ફેડરલ એજન્સીના ટોપ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ઓબામા યુગના ગાળાની જોગવાઈને ખતમ કરવા માટે તૈયાર છે. ટૂંકમાં જ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.

(8:42 pm IST)
  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST