Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

એચ-૧બી વિઝા : ઘટનાક્રમ

એપ્રિલ મહિનામાં એચ-૧બી વિઝા પ્રક્રિયા શરૂ

નવીદિલ્હી,તા. ૨૪ : અમેરિકામાં ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીઓ માટે વર્ક પરમિટને ખતમ કરવાની યોજના બનાવી રહી છે. આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આના પરિણામ સ્વરુપે એચ-૧બી વિઝા ધારકોની પત્નિઓને સીધી અસર થઇ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમયની એવી જોગવાઇને દૂર કરવાની દિશામાં છે જે હેઠળ એચ-૧બી વિઝા ધારકોના પતિ-પત્નિને વર્ક પરમિટ જારી કરવામાં આવતા હતા. એટલે કે, હવે પતિની પાસે એચ-૧બી વિઝા છે તો પત્નિને કામ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. એચ-૧બી વિઝા સંબંધિત ઘટનાક્રમ નીચે મુજબ છે.

*    ૨૦૧૫માં ઓબામા વહીવટીતંત્રએ એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથી માટે વર્ક પરમિટને મંજુરી આપવા સાથે સંબંધિત નિયમને લીલીઝંડી આપી હતી

*    એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથી ટ્રમ્પ તંત્રના નિર્ણય બાદ વર્ક ઓથોરાઇઝેશન ગુમાવશે

*    આ વર્ષે જૂન મહિનાથી વર્ક ઓથોરાઇઝેશન નિયમને દૂર કરવામાં આવી શકે છે

*    હાલમાં એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીને એચ-૪ વિઝા જારી કરવામાં આવે છે

*    ટ્રમ્પ વહીવટીતંત્રની આ હિલચાલથી ભારતીયોને સૌથી વધારે અસર થશે

*    અમેરિકામાં ભારતીય વર્કરોના જીવન સાથી વર્ક પરમિટને લઇને સૌથી વધારે ક્રેઝ ધરાવે છે

*    એચ-૧બી વિઝા ધારકોના ૭૧૦૦૦થી પણ વધારે જીવનસાથીઓને આ પ્રકારના વિઝા આપવામાં આવ્યા છે

*    ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રી વિઝા ઉપર આધાર હવે ઘટાડી રહી છે

*    એચ-૧બી જીવનસાથી માટે વર્ક પરમિટને જાળવવાની દલીલ થઇ રહ છે

*    અમેરિકામાં બીજી એપ્રિલથી આ વર્ષે એચ-૧બી વિઝા અરજી પ્રક્રિયા શરૂ થઇ હતી

*    એચ-૧બી કેપ પિટિશન પ્રિમિયમ પ્રોસેસને સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે

*    અમેરિકી તંત્રના નવા નિર્ણયથી સૌથી વધારે અસર ભારત અને ચીનને થશે

*    ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને લઇને ભારતીય સમુદાયના લોકોમાં અટકળોનો દોર

(7:28 pm IST)
  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST