Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અફઘાનિસ્‍તાનના ડીવાઇસમાં વિસ્‍ફોટથી ઇજાગ્રસ્ત સૈનિક ઉપર અમેરિકામાં પ્રથમ સફળ લીંગ અને અંડકોષનું સફળ પ્રત્યારોપણ

વોશિંગ્‍ટનઃ અમેરિકાના ઇજાગ્રસ્ત જવાનનું ઓપરેશન કરીને સફળ લીંગ અને અંડકોષનું પ્રત્યારોપણ કરીને તબીબોએ વિક્રમ સર્જયો છે.

ડોક્ટરોએ અમેરિકાના જોન્સ હોપકિન્સ હોસ્પિટલમાં સૈનિકના લિંગ અને અંડકોશનું સફળ ટ્રાંસપ્લાન્ટ થયું હતું. ડોક્ટરોએ આ ઉપરાંત પેટની અંદરના પણ કેટલાક ભાગોનું પરિક્ષણ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ઇજાગ્રસ્ત સૈનિકમાં લિંગ અને અંડકોશના ટ્રાન્સપ્લાન્ટમાં સર્જનોને 14 કલાક લાગ્યા હતાં. 11 સર્જનોની ટીમે આ કામને પુરૂ કર્યું છે. રોયટરની ખબર પ્રમાણે, અફઘાનિસ્તાનમાં એક ડિવાઇસમાં વિસ્ફોટ થવાના કારણે સૈનિક ખરાબ રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. સૈનિકનું લિંગ અને અંડકોશમાં ગંભીર ઇજા પહોંચી હતી.

આ સૈનિકનું ઓપરેશન 9 પ્લાસ્ટિક સર્જન અને 2 યૂરોલોજિકલ સર્જનને કર્યું હતું. હોસ્પિટલમાંથી હજી આ સૈનિકની ઓળખ બહાર પાડવામાં આવી નથી. દુનિયામાં પહેલીવાર આખા લિંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇજાગ્રસ્ત સૈનિકને આ સપ્તાહમાં જ ડિસચાર્જ કરવામાં આવશે. ડોક્ટરોનું કહેવું છે કે અમને આશા છે કે જલ્દી જ સૈનિક પેશાબ અને યૌન ક્રિયા કરી શકશે.

(6:03 pm IST)