Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મધ્યપ્રદેશ ભાજપ સરકારના કેટલાક પ્રધાનોને તગેડી મૂકાશે

આજે નરેન્દ્રભાઇ આવી રહ્યા છે ત્યારે તખ્તો તૈયાર

ભોપાલ : મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં છેલ્લે ફેરબદલી આવી રહી છે. આ વખતે વિસ્તરણ નહિ થાય, પરંતુ ૩ થી પ પ્રધાનોને રવાના કરી દેવાશે . આવા પાંચ પ્રધાનોના નામો ભાજપ હાઇકમાન્ડને-અમિતભાઇને મોકલી અપાયા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ આજે મધ્યપ્રદેશના પ્રવાસે આવ્યા છે ત્યારે આ ફેરફારો અંગે તેમની સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે. ત્રણેક પ્રધાનોને રવાના કરાય અને બેક નવા પ્રધાનો લેવાય તેવી પણ ચર્ચા છે

(4:03 pm IST)
  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST