Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કોંગ્રેસના કપડાં પર મુસલમાનોના લોહીના ડાઘ છે:તમે ક્યાં શબ્દોથી ધોવા માંગશો ? ; સલમાન ખુરશીદને સીધો સવાલ

વિદ્યાર્થીને જવાબમાં સલમાને કહ્યું કોંગેસના નેતા હોવાને કારણે તેમના પર પણ ડાઘ છે

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ડો. બી.આર આંબેડકર હોલમાં આયોજીત વાર્ષિકોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ખુર્શીદની સામે તીખા સવાલો કર્યા હતાં જેનો તેમણે ખુલીને જવાબ આપ્યા હતા.
 
એક વિદ્યાર્થીએ સલમાન ખુર્શીદને પૂછ્યું કે કોંગ્રેસના કપડા પર મુસલમાનોના લોહીના ડાઘ છે , જેને તમે કયા શબ્દોથી ધોવા માંગશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા છે તેના કારણે તેમના પર પણ મુસલમાનોના લોહીના ડાઘ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે અમે આ ડાઘ બતાવીશું, જેનાથી તમે સમજો કે આ ડાઘ તમારા પર ન પડે કારણ કે વાર તેમની પર કરશો તો ડાઘ તમારા પર લાગશે.

   સલમાન ખુર્શીદે ટ્રિપલ તલાક પર વિદ્યાર્થીને જાગૃત કરતાં અલીગઢ સાથેના પોતાના જુના સંબંધો તાજા કર્યા હતાં. તેમણે એ પણ કહ્યું કે,"મને એ વાતનો અફસોસ છે કે મારી કેળવણી અહીંયા ન થઇ."

એએમયુના વિદ્યાર્થી આમિર મિંટોઇએ ખુર્શીદને પૂછ્યું હતું કે 1947માં દેશની આઝાદી પછી 1948માં એએમયુ એક્ટમાં પહેલા સંશોધન,1950 પ્રેસિડેન્શિયલ ઓર્ડર, જેમાં મુસ્લિમ દલિતો સાથે એસટી-એસસી આરક્ષણનો હક પર તરાપ મારવામાં આવી. જેના પછી હાશિમરપુરા, મલિયાના, મેરઠ, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, ભાગલપુર, અલીગઢ વગેરેમાં મુસલમાનોના નરસંહાર થયો હતો. આ ઉપરાંત બાબરી મસ્ઝિદના દરવાજા ખોલવા, બાબરી મસ્ઝિદમાં મૂર્તિઓ મુકવી અને પછી બાબરી મસ્ઝિદની શહાદત જે કોંગ્રેસના નરસિમ્હા રાવ સરકારમાં થઇ.

(1:43 pm IST)