Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજસ્થાન ભાજપનું રાજકારણ હવે ભડકાનું રૂપ લઇ રહ્યું છેઃ રાજેના સમર્થકો દિલ્હી પહોંચ્યા

જયપુર તા. ૨૪ : રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદને લઇને રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાના વ્યકિતને આ પદ આપવા ઇચ્છે છે. રાજપૂત સમાજના કેન્દ્રીય રાજયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને અધ્યક્ષ બનાવાના સમાચાર વચ્ચે વસુંધરા રાજેએ પોતાના અધ્યક્ષને લઇને તૈયારીઓ તેજ કરી દીધી. તેને લઇને કેટલાક જાટ નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.

કેન્દ્રીય રાજયનાણા મંત્રી અર્જૂન રામ મેઘવાલના દિકરાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિચારોના આધારે કહ્યું કે શેખાવત જાતિગત સમીકરણોમાં ફીટ બેસતા નથી. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે નિવેદન આપ્યું કે ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ પદને લઇને કોઇ બલિનો બકરો બનવા માગતુ નથી જેને કારણે નામની જાહેરાત થઇ શકતી નથી.

રાજસ્થાન ભાજપમાં પ્રદેશ અધ્યક્ષને લઇને ભેર ખેંચતાણ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે અધ્યક્ષ પદ પર તેમના નજીકના વ્યકિતને બેસાડવામા માગે છે. તો બીજી તરફ સૂત્રોને મળતી જાણકારી મુજબ હાઇકમાન્ડ કોઇ રાજપૂત નેતાને આ પદ આપવા માગે છે, જે રાજેના પ્રભાવમાં ન હોય. વસુંધરા રાજે માટે રાજસ્થાનના જાટ નેતાઓ દિલ્હીમાં લોબિંગ કરવા પહોંચ્યા છે.(૨૧.૧૧)

(11:34 am IST)
  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST