Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વેપારીઓની નારાજગી દુર કરવા GST સરળ કરાશે

ર૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પગલા લેશેઃ GST સરળ અમલ માટે કવાયતઃ સીંગલ પેઇજ રીટર્નની જોગવાઇ

નવી દિલ્હી તા.ર૪ : ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા વેપારીઓની નારાજગી દુર કરવા સરકારે જીએસટી વધુ સરળ બનાવવા કવાયત હાથ ધરી છે.

રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનાવી જીએસટી સંલગ્ન કાનુન અને વિવાદીત જોગવાઇમાં સંશોધન કરી નાના વેપારીઓની માગ મોટા વેપારીઓનેમુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

જાણકાર સુત્રોએ જણાવ્યું છે કે આગામી કેટલાક મહિનાઓના કેન્દ્ર સરકાર એવા પગલા ભરી શકે છે કે જેનાથી જીએસટીનો અમલ વધુ સરળ બનશે. જેમાં સૌથી અગત્યનું સીંગલ પેઇજ જીએસટીની જોગવાઇ જીએસટી કાન્ઉસીલની આગામી બેઠકમાં આ અંગે મંજુરીની મ્હોર મારી દેશે.

જીએસટીમાં રીવર્સ ચાર્જ મેકેનીઝમની જોગવાઇમાં વેપારીઓ ઉદ્યોગ જગતમાં ભારે નારાજગી પ્રવર્તે છે તે દુર કરવા પ્રયત્ન કરવામાં આવશે.

વેપારી વર્ગમાં જીએસટીની  કેટલીક જીએસટી સમસ્યાઓ હાલ પરેશાન કરે છે.  જેમાં ઇ-વેબીલ જનરેટ થતું નથી. એચ.એસએન કોડથી મોટાભાગના વેપારીઓ અજાણ છે. ટેસકનું માળખુ અસમાન છે જીએસટીનું પોર્ટલ ઘણી વસ્તુઓ સ્વીકારતું નથી.(૬.૧૬)

(11:31 am IST)