Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બહુપત્નિ પ્રથા સબંધી સુપ્રિમે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી તા. ર૪ :.. સુપ્રીમ કોર્ટએ મુસ્લિમ પર્સનલ-લોમાં બહુપત્નિત્વ, પ્રથા અને નિકાહ હલાલા જેવી પધ્ધતિઓને માન્યતા આપનારા કાયદાઓને બિન બંધારણીય જાહેર કરવા માટે કરાયેલી અરજી ઉપર કેન્દ્ર સરકાર સમક્ષ જવાબ માંગ્યો છે.

જો કે આ અરજી પહેલાંથી પાંચ ન્યાયીધીશોની બનેલી બેઠકમાં સુનાવણી માટે મોકલાઇ ગઇ છે. આ અરજીનાં જવાબમાં એ અપેક્ષા છે કે શું ધર્મ નિરપેક્ષ સંવિધાન તળે મહિલાઓને સહજ તેમની ધાર્મિક ઓળખાણ નાસહારે બીજી શ્રધ્ધાઓનું પાલન કરનારી મહિલાઓની તુલનામાં ઉતરતો દરજજો આપી શકાય છે. (પ-૧૧)

(11:31 am IST)