Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કેનેડાના ટોરેન્ટોમાં ટ્રક હડફેટે ૯ મોત

ટોરેન્ટો તા. ૨૪ : એક ટ્રકે કેટલાક રાહદારીઓને કચડી નાખ્યાં છે. આ દૂર્ઘટનામાં ૯ લોકોના મોત નિપજયાં છે જયારે અન્ય ૧૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ દૂર્ઘટના ઇરાદાપૂર્વક કરવામાં આવે છે કે કેમ? હાલમાં ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ કહ્યું કે આ મામલે જીણવકપૂર્વક તપાસ કરવામાં આવશે.

(11:28 am IST)