Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુરમાં વિદેશી પર્યટકો પરના નિયંત્રણો દૂર થયા

નવી દિલ્હી તા. ૨૪ : સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ વિદેશી સહેલગાણીઓ હવે દેશની અમુક અદ્બુત જગ્યાના સૌંદર્યને માણી શકશે જયાં જવા માટે પહેલા પ્રતિબંધ હતો અથવા તો ખાસ સંમતિપત્ર મેળવવો પડતો હતો.જોકે આ પ્રવાસની આપેલી છૂટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનના નાગરિકોને બાકાત કરવામાં આવ્યા છે.

ફોરેનર્સ (પ્રોટેકટેડ એરિયા) ઓર્ડર ૧૯૫૮ હેઠળ ભારતની ઈનરલાઇનથી બોર્ડર લાઇન સુધીના અમુક વિસ્તારોને રક્ષણ હેઠળના વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કીમ, ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરની સરહદનો સમાવેશ થાય છે. જેમાંના કેટલાક વિસ્તારો પ્રતિબંધિત પણ જાહેર કરવામાં આવ્યા હતા.(૨૧.૯)

(9:54 am IST)