Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

હું જ રાજ્યનો મુખ્યપ્રધાન બનીશ:આ સૂર્ય-ચંદ્રના અસ્તિત્વની જેમ સત્ય છે: યેદિયુરપ્પાનો લલકાર

કાર્યકતાઓએ મંચ પર ચડી ફર્નિચર તોડી નાખ્યું:વિજયેન્દ્ર અને પાર્ટીના નેતાઓની કાર રોકવાનો પ્રયત્ન:પોલીસનો લાઠીચાર્જ

બેંગલુરૂઃ ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રના ચૂંટણી લડવાનો મામલો ગરમાયો છે વિજયેન્દ્રની મૈસૂરની વરૂણા વિધાનસભા સીટથી મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાના પુત્ર યતિન્દ્ર વિરુદ્ધ ચૂંટણી લડાવવાની અટકળો હતી ત્યારે યેદિયુરપ્પાએ કહ્યું કે, વિજયેન્દ્રના ચૂંટણી લડવાનો નિર્ણય ભાજપ કે આરએસએસે લીધો નથી.પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ દાવો કર્યો કે, રાજ્યના આગામી મુખ્યપ્રધાન તે બનશે

    યેદિયુરપ્પાએ એક નિવેદનમાં કહ્યું, વરૂણા સીટનો નિર્ણયમાં ભાજપ કે આરએસએસને કોઈ લેવાદેવા નથી. હું કોઈ એક સ્થાને મને સિમિત કરવા માંગતો નથી. હું રાજ્યનો મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યો છું, સૂર્ય-ચંદ્રના અસ્તિત્વની જેમ સત્ય છે. હું પાર્ટીની જીત નક્કી કરવા માટે દરેક સીટ પર એક દિવસ પસાર કરીશ.

   પહેલા યેદિયુરપ્પાએ મૈસૂરની પાસે નંજનાગુડમાં પાર્ટી દ્વારા આયોજીત એક બેઠકમાં જ્યારે જાહેરાત કરી તે તેનો પુત્ર વરૂણા સીટથી ચૂંટણી નહીં લડે તો કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા. પાર્ટીના કાર્યકર્તાઓએ યેદિયુરપ્પાની રેલીમાં હોબાળો કર્યો. યેદિયુરપ્પાએ તેને શાંત કરવાની અપીલ કરી પણ તે માન્યા. સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો

   પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું, વિજયેન્દ્ર આજે ફોર્મ ભરશે નહીં, એક પાર્ટી કાર્યકર્તાને ઉતારવામાં આવશે અને તે ફોર્મ ભરશે. તેમણે કહ્યું, હું તમને હાથ જોડીને તે ઉમેદવારનું સમર્થન કરવા, તેને આશિર્વાદ આપવા અને જીતાડવા માટે અપીલ કરૂ છું. વરૂણા સીટની લડાઈને પૂર્વ અને હાલના મુખ્યપ્રધાનના પુત્રોની લડાઈની જેમ રજૂ કરવામાં આવી હતી.      ભાજપમાંથી અત્યાર સુધી વરૂણા માટે ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરવા છતા યેદિયુરપ્પાના બીજા પુત્ર વિજયેન્દ્રને ઉમેદવારના રૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો. વિજયેન્દ્ર એક પખડાવિયા કરતા વધુ સમયથી વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યો હતો, તેણે એક ઘર ભાડે ત્યાં લીધું હતું. પાર્ટીના સૂત્રો અનુસાર આજે તે ઉમેદવારો ફોર્મ ભરવાનો હતો

યેદિયુરપ્પાના મંચ પરથી જતા ગુસ્સામાં આવેલા કાર્યકત્રાઓ મંચ પર ચડી ગયા અને ફર્નિચર તોડી નાખ્યું. તેઓએ વિજયેન્દ્ર અને પાર્ટીના બીજા નેતાઓની કાર રોકવાનો પ્રયત્ન કર્યો અને વિજયેન્દ્રને ટિકિટ આપવાનું કારણ પૂછ્યું. ત્યારબાદ સ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. યેદિયુરપ્પાનો મોટો પુત્ર વાઇ રાધવેન્દ્ર શિમમોગા જિલ્લાની શિકારીપુરા સીટથી ધારાસભ્ય છે. શિકારીપુરા સીટ પરથી વખતે યેદિયુરપ્પા ચૂંટણી લડી રહ્યાં છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે 12 મેએ મતદાન અને 15 મેએ મતગણના હાથ ધરાશે

(12:00 am IST)
  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST