Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દિલ્હીમાં ડોકટરે માથાની ઇજાવાળા દર્દીના પગનું ઓપરેશન કરી નાખ્યું :મોટી બેદરકારીનો કિસ્સો

ડોક્ટર પર ઓપરેશન કરવા ઉપર પ્રતિબંધ લગાવાયો :તપાસ સમિતિ નિમાઈ

 

દિલ્હીના એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની મોટી બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે એક સિનિયર ડોક્ટરને માથાની ઇજાના દર્દીના પગનું ઓપરેશન કરી નાખ્યું હતું માથાની ઈજાની સારવાર માટે દાખલ કરેલા દર્દીના પગનું ઓપરેશન કરાયાની ઘટના ગુરુવારે દિલ્હીના સિવિલ લાઇન્સ ક્ષેત્ર સ્થિત સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં થઇ હતી. હોસ્પિટલમાં એક દર્દી માથાની ઇજાની સારવાર માટે દાખલ હતો. અને અન્ય એક દર્દી પગનું હાડકું ટૂટી જવાના કારણે દાખલ હતો. ડોક્ટરે માથાની ઇજાવાળા દર્દીને પગની ઇજાવાળો દર્દી સમજી લીધો હતો.

  ડોક્ટરે દર્દીના જમણા પગની અંદર પીન નાખવા માટે પગમાં કાણું પાડી દીધું હતું. દર્દી એક દુર્ઘટનામાં માથા અને ચહેરા ઉપર થયેલી ઇજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેટ અજય બહલે જણાવ્યું હતું કે, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે દર્દીને બેભાન કર્યા પછી ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. એટલા માટે દર્દીને અંગે જાણ ન્હોતી થઇ.

   બેદરકારીની જાણ થતા સુધારાત્મક પ્રક્રિયા અપનાવવમાં આવી હતી. હોસ્પિટલ પેનલે ડોક્ટરની ભુલ જાણી, આમ જે ડોક્ટરની નજર હેઠળ સારવાર લેનાર દર્દીને બીજા કોઇ ડોક્ટરો ઓપરેશન કરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. બહલે વધુમાં જણાવ્યું હતું કે, કેસની તપાસ માટે સમિતિ બનાવવામાં આવી છે. જે ડોક્ટરની ભૂલ હતી તે ડોક્ટરને ઝડપી અસરથી નજર હેઠળ વગરના ઓપરેશન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

   ઉપરાંત તાજેતરમાં અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના એક વરિષ્ઠ ડોક્ટરે પેટના દુઃખાવાની ફરિયાદ સાથે આવેલી 30 વર્ષીય મહિલા ઉપર કથિત ડાયાલિસિસ આપવા માટે કરવામાં આવતી મેડિકલ પ્રોસેસ શરૂ કરી દીધી હતી. એટલું નહીં ભૂલને સંતાડવા માટે ડોક્ટરોએ દર્દીના દસ્તાવેજોમાં છબરડા કર્યા હતા.

 

(12:00 am IST)