Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર સાથે સલમાનખાનની સેલ્ફી વાયરલ :અનોખા અંદાજમાં આપ્યો

-ફોટોમાં સલમાનની દોસ્ત એલી અવરામ પણ મોજુદ

 

સલમાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ  યૂલિયા વંતૂરની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે જો કે ફોટોમાં બંનેની સાથે એલી અવરામ પણ છે. એલી, સલમાનની સારી એવી દોસ્ત માનવામાં આવે છે.

   એલી સ્વીડનમાં પોતાનાં પરિવાર સાથે સમય વિતાવવા ગઇ છે. ત્યાંથી પરત આવ્યા બાદ તેને સલમાનને મળવાનો વિચાર કર્યો હતો. એલી સલમાનનાં ઘરે દરેક પાર્ટીઓમાં નજરે આવતી સ્પષ્ટપણે જોવાં મળી રહી છે.

   એલીએ ફોટો પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી હતી પરંતુ બાદમાં તેને પોસ્ટને ડીલીટ પણ કરી નાખી હતી. ત્યાર બાદ તેને માત્ર સલમાન ખાન સાથેનાં ફોટાઓ શેર કર્યા હતાં.

(9:20 am IST)