Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બાળકી ઉપર તંબાકુ થુંકતા છોકરી ગાળો બોલી :નશામાં ધૂત આરોપીએ હેવાનિયત કરી:કોટખાઈ રેપ-હત્યા કેસમાં ખુલાસો

આરોપીને લઇને સીબીઆઈની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી : ત્રણ સ્થળો ઉપર નિશાનની પુષ્ટી કરી

 

હિમાચલ પ્રદેશના બહુચર્ચિત ગેંગરેપ અને મર્ડસ કેસમાં ચોંકાવનારો ખુસાલો થયો છે. સીબીઆઈની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ઘટના દરમિયાન આરોપી નશામાં ધૂત હતો. તેણે બાળકી ઉપર તમાકુ થુંક્યું હતું હલકી હરકતના કારણે છોકરીએ ગાળો બોલી હતી. ત્યારપછી આરોપીએ તેનું મો દબાવ્યું હતું. જોકે,પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

   આરોપીને લઇને સીબીઆઈની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ત્રણ સ્થળો ઉપર નિશાનની પુષ્ટી કરી હતી. પોલીસે આરોપીને અલગ અલગ ત્રણ સ્થળો ઉપર લઇ જઇને માર્કની તપાસ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપીને સ્થળ ઉપર લઇ જતી વખતે આરોપીની ઓળખ છતી થયા તે માટે હેલમેટ પહેરાવ્યું હતું. સીબીઆઈએ પકડેલો આરોપી મંડી વિસ્તારમાં રહેનારો છે. આરોપીનું નામ નીલૂ છે. સીબીઆઈની પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો હતો.

   ગત 4 જુલાઈ 2017ના દિવસે કોટખાઇની એક વિદ્યાર્થિની સ્કૂલથી પરત ફરતી વખતે ગાયબ થઇ ગઇ હતી. ત્યારબાદ 6 જુલાઇના દિવસે કોટખાઇના જંગલોમાં કપડા વગરની હાલતમાં પીડિતાની લાશ મળી હતી. વિદ્યાર્થિનીની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. કેસમાં આરોપીઓની પકડાયા છે. જેમાં રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજુ, ઇલાઇલા ગામ, સુભાષ બિસ્ટ (42 વર્ષ) ગઢવાલ, સુરજ સિંહ (29 વર્ષ) અને લોકજન ઉર્ફે છોટુ (19 વર્ષ) નેપાળ, દિપક (38 વર્ષ) પૌડી, ગઢવાલના છે. પૈકા સૂરજની કોટખાઇ પોલીસ સ્ટેશનમાં 18 જુલાઇની રાતે હત્યા કરાઇ હતી. આરોપ છે કે, રાજુની સુરજ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ રાજુએ તેની હત્યા કરી દીધી હતી.

(12:49 am IST)