Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નોઈડામાં ધો,11માં ભણતી વિદ્યાર્થીની પર ચાલતી કારમાં ત્રણ શખ્શોનો ગેંગરેપ :11 કલાક બાદ સુમસામ રસ્તામાં ફેંકી દીધી

આરોપીમાં વિદ્યાર્થિનીનો સબંધી અને ક્લાસમેટ સામેલ :બસ ચુકી જતા પગપાળા ઘરે જતી હતી ત્યારે ઉપાડી ગયા

નોએડાઃગ્રેટર નોએડામાં એક ખાનગી સ્કૂલની ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કારમાં ત્રણ લોકોએ બંધક બનાવીને તેની પર ગેંગરેપ કર્યો હોવાનું બહાર આવ્યું છે આરોપીઓમાંથી એક વિદ્યાર્થિનીનો સંબંધી અને એક ક્લાસમેટ છે. આ ત્રણેયે 11 કલાક સુધી આ સગીરાને શહેરના રસ્તાઓ પર ચાલતી કારમાં લઈ જઈ ગેંગરેપ કર્યો અને અડધી રાતે નોલેજ પાર્કના સૂમસામ રસ્તા પર ફેંકીને નાસી ગયા.હતા 

   પોલીસના જણાવ્યા મુજબ 18 એપ્રિલે આ વિદ્યાર્થિની સ્કૂલ બસ ચૂકી જતા તે પગપાળા ઘરે જઈ રહી હતી.એવો પણ આરોપ છે કે, પોલીસે ત્રણ દિવસ સુધી આ મામલો દબાવી રાખ્યો હતો. જોકે હવે આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

   ગ્રેટર નોએડા કોતવાલી પોલીસના જણાવ્યાનુસાર, પી-3 સેક્ટર સ્થિત એક કોલોનીમાં રહેતી આ વિદ્યાર્થિની સગીર છે અને કાસનામાં આવેલી એક ખાનગી સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. તે સ્કૂલ બસથી સ્કૂલે જાય છે. 18 એપ્રિલે પણ તે સ્કૂલ બસથી જ સ્કૂલ ગઈ હતી. પોલીસના જણાવ્યાનુસાર, અઢી વાગ્યા બાદ સ્કૂલેથી છૂટ્યા બાદ તેની સ્કૂલ બસ મિસ થઈ ગઈ હતી અને તે તેના મિત્ર સાથે પગપાળા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેનો દૂરનો સંબંધી નવીન અને ક્લાસમેટ અંકિત અન્ય એક યુવક સાથે કારમાં ત્યાં આવ્યા હતા અને ઘર છોડવાને બહાને સગીરાને કારમાં બેસાડી હતી.

   વિદ્યાર્થિનીનો આરોપ છે કે, કારમાં બંધક બનાવીને ત્રણેયે તેનું મોં બંધ કરી દીધું હતું અને ચાલતી કારમાં ત્રણેયે ગેંગરેપ કર્યો હતો. ત્રણ વાગ્યે જ્યારે તે ઘરે ન પહોંચી તો તેના પરિવારજનોએ તેની શોધ શરૂ કરી દીધી હતી. સ્કૂલમાંથી જાણવા મળ્યું કે, તે સ્કૂલેથી નીકળી ગઈ છે. બાદમાં પરિવારજનોએ ગ્રેટર નોએડા કોતવાલીમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે પોલીસને 18 એપ્રિલની રાતે લગભગ બે વાગ્યે નોલેજ પાર્ક સ્થિત ગલગોટિયા કોલેજની પાસેના સૂમસામ રસ્તે મળી આવી હતી.
   આ પહેલાં પણ ગત 14 એપ્રિલે ઓફિસથી ઘરે જઈ રહેલી એક યુવતી સાથે યમુના એક્સપ્રેસ પર ચાલતી કારમાં ગેંગરેપની ઘટના બની હતી.

(8:31 pm IST)