Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ચેક પરત ફરતા અભિનેતા રાજપાલ યાદવને છ મહિનાની જેલ અને ૧.૬૦ કરોડનો દંડઃ જો કે આ કેસમાં તેમને જામીનમુક્ત કરાયા

નવી દિલ્‍હીઃ રાજપાલ યાદવને દિલ્હીની એક કોર્ટ છ મહિનાની સજા સંભળાવી છે. રાજપાલ યાદવ પર કોર્ટે 1.60 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જોકે બાદમાં રાજપાલ યાદવને આ કેસમાં જામીન પણ મળી ગયા છે.

ફિલ્મ અતા પતા લાપતાનાં મેકિંગ દરમિયાન ચેક બાઉન્સિંગ કેસમાં રાજપાલ યાદવને આ સજા ફટકારવામાં આવી છએ. કોર્ટે કેટલાંક દિવસો પહેલાં જ તેને દોષીત કરાર કર્યો હતો. અને આજે તેને આ મામલે સજા સંભળાવવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે રાજપાલ યાદવ પર ચેક બાઉન્સિંગનાં 7 કેસ હતાં. જો દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ફિલ્મની મેકિંગ દરમિયાન રાજપાલ યાદવને આ કેસમાં જામીન પણ મળી ગઇ છે. દિલ્હીની એક કંપનીથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા અને તે પૈસા પરત આપવામાં નિષ્ફળ રહ્યાં હતાં. જે ચેક રાજપાલ યાદવે આપ્યા હતાં. તમામ ચેક  બાઉન્સ થયા જે બાદ આ કંપનીએ દિલ્હીનાં પ્રીત વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

કોર્ટે રાજપાલ યાદવને ઘણી વખત આ મામલે ખોટુ સોગંદનામુ આપીને કોર્ટ આવવાથી બચતો હતો. જેનાંથી નારાજ થઇને વર્ષ 2013માં દસ દિવસ માટે જેલ મોકલવામાં આવ્યા હતાં.

આપને યાદ અપાવી દઇએ કે લક્ષ્મી નગરની કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે યાદવ અને તેની પત્ની વિરુદ્ધ ચેક બાઉન્સ સાથે જોડાયેલી સાત અલગ અલગ ફરિયાદ દાખલ કરી હતી.

(12:00 am IST)