Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મેઘાલયમાં સશસ્ત્ર દળોને ખાસ શકિતઓ આપનાર કાયદો અફસ્પાને સંપૂર્ણ રીતે હટાવી દેવાયો

મેઘાલયઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સશસ્ત્ર દળોને ખાસ શક્તિઓ આપનાર કાયદો અફસ્પાને મેઘાલયમાંથી સંપૂર્ણ પણે હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં આ કાદયામાં થોડી ઢીલ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી સોમવારે આપવામાં આવેલા એક નીવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મેઘાલયના બધાજ વિસ્તારોમાંથી 1 એપ્રિલથી અફસ્પા હટાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના પોલીસ સ્ટેશન વિસ્તારો પૈકી આ કાયદો આઠમાં જ લાગુ રહેશે.

આ નિવેદન સાથે જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2017 સુધી મેઘાલયના 40 ટકા ભાગમાં અફસ્પા લાગુ હતો. જોકે, રાજ્ય સરકારની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મેઘાલયના આ વિસ્તારોમાંથી સંપૂર્ણ પણે અફસ્પાને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશના ત્રણ પૂર્વીય જિલ્લા, તિરપ, લોગડિય અને ચાંગલાંગમાં આ વિશેષ સેના કાયદાને છ મહિના માટે વધારવામાં આવ્યો છે. આ જિલ્લા મ્યાનમાર દેશની સીમાને અડીને આવેલા છે. જ્યારે આસામ રાજ્યને અડીને આવેલા આઠ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાયદો હાલતમાં લાગુ રાખવામાં આવ્યો છે.

(12:00 am IST)
  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST