Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દલિતો તેમજ પછાત વર્ગના લોકો માટે કામ કરવા વધુ અેક રાજકીય પાર્ટીનો ઉદય અે માયાવતી, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલેની નિષ્‍ફળતાઃ નવી બનેલી બહુજન આઝાદ પાર્ટીના ઉપપ્રમુખ વિક્રાંત વત્સલનો દાવો

નવી દિલ્‍હીઃ દલિતો ઉપર થતા અત્યાચાર સામે હવે વધુ અેક રાજકીય પાર્ટીનો ઉદય થવા જઇ રહ્યો છે જે દલિત નેતાઓની નિષ્‍ફળતા બતાવે છે તેમ નવી પાર્ટી બહુજન આઝાદ પાર્ટીના ઉપપ્રમુખ વિક્રાંત વત્સલઅે જણાવ્યું છે.

દલિતોના હિતોની વાત કરતી એક નવી પાર્ટીની રચના થવી શું માયાવતી, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલેની નિષ્ફળતા માની શકાય? બહુજન આઝાદ પાર્ટી (BAP)ના ઉપપ્રમુખ વિક્રાંત વત્સલ કંઈક આવો જ દાવો કરી રહ્યા છે.

બહુજન સમાજ પાર્ટી, આરપીઆઈ, લોક જન શક્તિ પાર્ટી...બાદ હવે દલિતો તેમજ પછાત લોકો માટે કામ કરનાર વધુ એક પાર્ટીનો ઉદય થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે ભણેલા ગણેલા લોકો રાજકારણમાં આવવાથી ચોક્કસ અંતર રાખતા હોય છે, પરંતુ સમાજમાં દબાયેલા લોકો માટે હવે જે પાર્ટી બનવા જઈ રહી છે તે આઈઆઈટીયન્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. જોકે, પાર્ટીને ચૂંટણી પંચના નિર્ણયની રાહ છે.

ફ્રેન્ડ્સ ઓફ બિહાર એ્ડ ઝારખંડ અને મૌકા ફાઉન્ડેશનના બેનર હેઠળ દલિતો તેમજ પછાત વર્ગના બાળકોના શિક્ષણ માટે આઠ વર્ષથી કામ કરી રહેલા લોકોને હવે ભાન થયું કે રાજકારણ દરેક તાળાની ચાવી છે. આ માટે જ આઈઆઈટી દિલ્હીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ચાર મહિના પહેલા પાર્ટીનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. 100 દલિત, ઓબીસી આઈઆઈટિયન્સે નક્કી કર્યું કે 50 લોકો નોકરી કરશે જ્યારે 50 લોકો તળિયાના સ્તર પર કામ કરશે. સાથે જ તેમણે સમાજના આઠ આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસને પણ તેમની સાથે જોડ્યા છે.

(8:14 pm IST)