Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દિલ્હી અેરપોર્ટ ઉપર હવે વિદેશીઓ ડ્યુટી ફ્રી વસ્‍તુઓની ખરીદી કરશે તો જીઅેસટી ચૂકવવો પડશે

નવી દિલ્‍હીઃ દિલ્હી એરપોર્ટ ઉપર  વિદેશીઓ ડ્યુટી ફ્રી વસ્તુઓની ખરીદી કરશે તો જીએસટી ચુકવવો ફરજીયાત બનાવામાં આવ્યો છે. આ બાબતે એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે હવે એરપોર્ટ ક્ષેત્રને પણ જીએસટીના કાર્યક્ષેત્રમાં આવરી લેવાયું છે.

2017 પહેલા આ શોપને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અને વેટમાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેમકે તે કસ્ટમ ફ્રન્ટીયર્સ ઓફ ઇન્ડિયાની બહારની હોવાથી ત્યાં આ ટેક્સ વસુલવામાં આવતો ન હતો.

 નવી દિલ્હીની એએઆર બેંચે ઠેરવ્યું છેકે, વિદેશી મુસાફરો માટે જે માલ પરીવહન થાય છે તેના પર ભારતી ક્ષેત્રમાં જીએસટી લાગી શકે છે. તેમજ આ દુકાનો ભારતીય ટેરટરીમાં છે ત્યારે તેને જીએસટી લાગુ પડે.

નવી દિલ્હી ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી રોડ રીટેઇલ પ્રા.લી. નામની દુકનાના માલીકે કરેલી એક અજીના અનુસંધાને દિલ્હી એએઆર દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે. જેમાં એવું ઠરાવ્યું છેકે, આ દુકાન ભારતીય સીમાની બહાર નહી પણ અંદર છે જેથી સીજીએસટી એક્ટની કલમ 2(56) હેઠળ આવરી લેવાય છે. તેમજ તેઓ પોતે આ માલને વિદેશમાં નથી લઇ જતાં માટે તેને એકસપોર્ટની વ્યાખ્યામાં ન લઇ શકાય. એએમઆરજી અન્ડ એસો.પાર્ટનર રજત મોહનના જણાવ્યા પ્રમાણે હવે એરપોર્ટ બહારની દુકાનો અને અંદરની દુકાનો વચ્ચે કોઇ ફર્ક રહ્યો નથી ત્યારે ડ્યુટી ફ્રી શોપની કોઇ સ્પર્ધા રહી નથી. તેને કારણે અન્ય દુકાનોની જેમ જ આ દુકાનો પણ એક જ સરખી બની ગઇ છે. તેમજ તેઓ કસ્ટમસ્ટેશને કેટલીક રેન્ટ આપીને ચલાવી શકે છે.

ઇવાય પાર્ટનર અભિષેક જૈને કહ્યું કે, એએઆર દ્વારા જીએસટી અને એક્સપોર્ટને લઇને જે મહત્વની સ્પષ્ટતા કરી છે તેને કારણે ડ્યુટી ફ્રી શોપ તેના દાયરામાં આવી ગઇ છે. જેમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છેકે, જે ચીજો આ દુકાનો પરથી ખરીદીને બહાર લઇ જવાય છે તે એક્સપોર્ટની વ્યાખ્યામાં નથી આવતું. આ સંક્ષીપ્ત સ્પષ્ટતાને કારણે એક તરફ ડ્યુટી ફ્રી દુકાનોની સ્પર્ધાત્મકતા ઘટી જશે તેમજ તેને કારણે ભારતમાં જે વિદેશી હુંડીયામણ લાવવાની તેમની ક્ષમતા પર પણ માર પડશે. એક્સપોર્ટની વ્યાખ્યામાં અગાઉ ભારત બહાર લઇ જવાતી ચીજોની સ્પષ્ટ છે. ક્સ્ટમ એક્ટ પ્રમાણે તો ભારતીય સીમા દરીયા વિસ્તારમાં પણ છે. તેથી ભારતીય સીમાની વ્યાખ્યાને આ હુકમની સ્પષ્ટતામાં આવરી લેવામાં કેટલીક ચુક છે.

(8:08 pm IST)