Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રામ રહીમના ડ્રાઇવરની જુબાની લેવાની સહમતિ

ખટ્ટાસિંહની અરજી સ્વીકાર કરાઈ

નવીદિલ્હી,તા. ૨૩ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જેલમાં રહેલા ડેરા સચ્ચા સોદાના વડા પ્રમુખ ગુરમિત રામ રહીમના ડ્રાઇવર રહી ચુકેલા ખટ્ટાસિંહની અરજીને સ્વીકારી લીધી છે. આ અરજીમાં તેઓએ પત્રકાર છત્રપતિ મર્ડર અને રણજીતસિંહ હત્યાકાંડમાં ડેરા પ્રમુખની સામે જુબાની આપવાની માંગ કરી હતી. આનો મતલબ એ થયો કે, ગુરમીત રામ રહીમની તકલીફ દિન પ્રતિદિન વધુ વધી રહી છે. સીબીઆઈના ખાસ અદાલતે ખટ્ટાસિંહ દ્વારા આ પ્રકારની માંગને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ખટ્ટાસિંહે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટ દ્વારા આજે આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આની સાથે જ સીબીઆઈ કોર્ટ પંચકુલામાં ડેરા પ્રમુખની સામે ચાલી રહેલા બંને કેસોમાં ખટ્ટાસિંહ જુબાની આપી શકશે જેના કારણે આ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ખટ્ટાસિંહે પોતાની અરજીમાં કહ્યું હતું કે, ગુજરાત રમખાણોના મામલામાં કોર્ટે એવા સાક્ષીઓને તક આપી હતી જે ડરના કારણે નિવેદન આપી રહ્યા ન હતા.

(7:38 pm IST)