Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

તામિલનાડુના ભાજપના પૂર્વ નેતા ઉપર ૧૦ વર્ષની બાળા ઉપર અશ્લીલ હરકત કર્યાનો આક્ષેપ

નવી દિલ્‍હીઃ બાળાઓ ઉપર અત્યાચારના કિસ્સાથી દેશ હચમચી ઉઠ્યો છે ત્યારે તામિલનાડુના ભાજપના પૂર્વ નેતા સામે ૧૦ વર્ષની બાળકી સાથે અડપલા કરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે.

તામિલનાડુમાં 10 વર્ષની એક બાળકી પોતાના પરિવાર સાથે ટ્રેનમાં તિરુવનંતપુરમથી ચેન્નાઈ જઈ રહી હતી. આરોપ છે કે રાતના સમયે કોઈ સ્ટેશન પરથી પ્રેમ અનંત નામની વ્યક્તિ ટ્રેન પર ચડી અને આસપાસના લોકોને સતા જોઈને બાળકીને અયોગ્ય રીતે સ્પર્શવાનું શરૂ કરી દીધું. 

આ દરમિયાન બાળકીના માતા-પિતા અને સ્વજન પણ સુઇ રહી રહ્યા હતા. આરોપીની હરકતો કાબૂ બહાર જતા બાળકીએ બુમાબુમ શરૂ કરી દીધી જેના પછી લોકો ઉઠી ગયા અને પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. પોલીસે પીડિત પરિવારની ફરિયાદ પોક્સો એક્ટ હેઠળ નોંધી લીધી છે. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ હાલમાં જેલ મોકલી દેવામાં આ્વ્યો છે. આ આરોપી વ્યવસાયે વકીલ છે અને તેની પાસેથી મદ્રાસ હાઇ કોર્ટ એડવોકેટ અસોશિયેશનનું કાર્ડ પણ મળ્યું છે. તે 2006માં બીજેપીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. 

(9:18 am IST)