Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

હરિયાણામાં ૧૩ વર્ષની બાળકી ઉપર ૪ શખ્સોનું સામુહિક દુષ્‍કર્મઃ દિવાલ સાથે માથુ ભટકાવી હત્યાનો પ્રયાસ

ફોટોઃ hariyana 13 varsh ni chokri pr gangrape

યમુના નગરઃ દેશમાં વધતા જતા દુષ્કર્મના કેસમાં વધુ અેક કેસનો ઉમેરો થયો છે. હરિયાણાના યમુનાનગરમાં ૧૩ વર્ષની બાળકી પર ચાર શખ્સો દ્વારા સામુહિક દુષ્‍કર્મ બાદ તેણીનું માથુ દિવાલ સાથે ભટકાવી હત્યાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે. પરિજનોની ફરિયાદ પર પોલીસે ચારેય  આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

SHOનાં જણાવ્યાં અનુસાર, પીડિતાની મેડિકલ કરવામાં આવતા માલૂમ થયુ કે, પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે, પીડિતાનાં માથાનાં ભાગમાં ગંભીર ઇજા છે.

આ ઘટના યમુનાનગરનાં જઠલાના કસ્બાની છે. પીડિતા દ્વારા દાખલ ફરિયાદ પ્રમાણે, ઘટના સમયે પીડિતાનાં માતા-પિતા ઘરે ન હતાં. ઘરમાં પીડિતા અને તેનાં ભાઇ બહેન જ હતાં. જોકે તમામ સુઇ રહ્યાં હતાં.

તેજ સમયે કેટલાંક ગુંડાતત્વ ઘરમાં ઘુસી ગયા હતાં અને 13 વર્ષની દીકરીનું અપહરણ કરી તેને એક મંદિર પરિસરમાં લઇ ગાય હતાં. પીડિતાનાં કહેવા મુજબ મંદિરનાં પરિસરમાં બે યુવકોએ તેની ઉપર રેપ કર્યો હતો. જ્યારે અન્ય બે આરોપી આ તમામ ઘટના જોઇ રહ્યાં હતાં.

ગેંગરેપ બાદ જતા સમયે આરોપીઓએ પીડિતાનું માથુ જોરથી દીવાલ પર પછાડ્યુ હતું. જેથી તે બેભાન થઇ ગઇ હતી અને આરોપીઓ ફરાર થઇ ગયા હતાં. પીડિતા જ્યારે ભાનમાં આવી તો તે તેનાં ઘરે પહોંચી હતી અને પરીજનોને આખી આપવીતી કહી હતી.

પરિજનોએ તુરંત જ આખી ઘટના પોલીસને જણાવી હતી. ઘટના અંગે જાણ થતા જ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો જે બાદ ચારેય આરોપીયો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાનાં એક સંબંધીનું કહેવું છે કે તેમની દીકરી હાલમાં સદમામાં છે તેને ન્યાય જોઇએ છે.

(9:19 am IST)
  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST