Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

વાલ્મિકી સમુદાય વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં સલમાન ખાનને રાહત

મુંબઇઃ ફિલ્‍મ અભિનેતા સલમાન ખાનને ચિંકારા કેસમાં રાહત મળ્યા બાદ અન્ય અેક કેસમાં પણ કોર્ટ દ્વારા રાહત મળતા તેના ચાહક વર્ગમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.

કથિત રીતે વાલ્મિકી સમુદાયની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં આ રાહત મળી છે. દેશની વિવિધ કોર્ટમાં એની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો. 

સલમાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એની વિરુદ્ધ રાજસ્થાનના ચૂરુ શહેરમાં દાખલ FIR રદ કરવાની માંગ કરી હતી. અભિનેતા તરફથી દાખલ અરજીમાં એની પણ માગ કરવામાં આવી છે કે દરેક રાજ્યોની પોલીસને એવો નિર્દેશ આપવામાં આવે કે એની વિરુદ્ધ આ કેસમાં સંબંધિત કોઇ પણ ફરિયાદ, FIR દાખલ કરે નહીં. આટલું જ નહીં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં જે FIR અથવા અરજી દાખલ થઇ છે એની પર રોક લગાવવામાં આવે. 

વાસ્તવમાં, વાલ્મીકિ સમાજે સલમાન ખાનની એક ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરતા અની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં FIR દાખલ કરવામાં આવી છે. જણાવી દઇએ કે પોતાની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે'ના પ્રમોશન દરમિયાન એની ડાન્સ સ્ટાઇલને કથિત રીતે જાતિસૂચક કરાર આપવામાં આવ્યો હતો. ઘણા શહેરોમાં સલમાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે'નો પણ જોરદાર વિરોધ થયો હતો. 

(5:59 pm IST)