Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પાકિસ્‍તાનના પશ્તૂન તહાકૂજ મુવમેન્‍ટના લોક સમુદાય માટેના અભિયાનને જબરજસ્‍ત સમર્થન

ઇસ્‍લામાબાદઃ પોતાના અધિકાર માટે લડતા લડતા મંજૂર પસ્તીનને અન્ય સમુદાય અને દબાયેલા કચડાયેલા લોકોનું પણ સમર્થન મળતુ ગયુ. અને તે ધીમે ધીમે વિશાળ જનઆંદોલન તરફ આગળ વધી રહ્યુ છે.

મંજૂર પશ્તીને વર્ષ 2014માં પશ્તૂન તહાફૂજ મુવમેન્ટ- પીટીએમની શરૂઆત કરી હતી. આ નાગરિકો દ્વારા શરૂ કરાયેલું અભિયાન હતુ. પરંતુ તે સમયે વિશાળ સમુદાયનું ધ્યાન આકર્ષવામાં આ મુવમેન્ટ નિષ્ફળ રહી. પરંતુ જાન્યુઆરી 2018માં જ્યારે આદિવાસી વિસ્તારમાં એક ઉભરતા નેતા નકીબુલ્લાહની મોત વિરુદ્ધ પ્રદર્શન શરૂ થયા તો મંજૂર પસ્તીને આ પ્રદર્શનમાં સામેલ લોકોનો સાથ આપ્યો અને ત્યારથી સમાચાર માધ્યમોએ તેની નોંધ લેવાનું શરૂ કર્યુ.

સૌથી પહેલા જાન્યુઆરીમાં પશ્તૂન તહાફૂજ મુવમેન્ટે એક રેલીનું આયોજન કર્યુ અને ધીરે ધીરે તેનો ફેલાવો પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં થતો ગયો. ત્યાર બાદ ઉત્તર પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમા પણ વિરોધના સ્વરૂપમાં રેલીઓ યોજાઈ ત્યાર બાદ ઈસ્લામાબાદ પ્રેસ ક્લબની બહાર 10 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરાયુ.

આ વિરોધ દરમ્યાન મંજૂર પસ્તીને પશ્તૂન યુવાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સાથે જોડવાનું શરૂ કર્યુ. તેઓ પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમા ગયા અને ભાષણોને સોશિયલ મીડિયાના માધ્યમથી  ફેલાવતા ગયા. આ ભાષણોમાં આદિવાસી સમુદાયમાં ખાસ કરીને પશ્તૂનો માટેના હકની માંગ કરવામાં આવી. યુવાનો આ ભાષણથી પ્રભાવિત થતા આ સમુદાયના લોકો વિરોધ પ્રદર્શનમાં સામેલ થતા ગયા.

આ વિરોધ પ્રદર્શનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોના પરિવારજનો પણ સામેલ થયા. આ સાથે જ પશ્તીને છેલ્લા કેટલાક સમયથી યુદ્ધથી પીડિત લોકોની મુશ્કેલીઓ, આદિવાસીઓની સમસ્યાઓ અને ડ્રોન હુમલામાં પીડિત લોકોના મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યુ. મંજૂર પશ્તીનના મતે તેણે દબાયેલા અને કચડાયેલા લોકોના અવાજને ઉઠાવવાનું કામ કર્યુ છે.

ધીરે ધીરે પાકિસ્તાનમાં પશ્તૂનોના અભિયાનને એક નવુ સ્વરૂપ મળી ગયુ. પીટીએમમાં અલગ અલગ જાતિઓ વચ્ચે સંઘર્ષ, અધિકારોની લડાઈએ એક સામાજિક આંદોલન ઉભુ કરી દીધુ જે જમીનની સાથે સાથે સોશિયલ મીડિયામા પણ છવાયુ.

(5:58 pm IST)