Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

છેલ્લા વર્ષોમાં ભારતભરમાં કેમ્બ્રીજ એનાલીટીકાના સાથથી કોંગ્રેસે જ્ઞાતિવાદ ફેલાવેલોઃ ક્રિસ્ટોફર વીલીએ ગુગલ ઉપર હલચલ સર્જી

અમેરિકાના પ્રેસીડેન્સીયલ ઈલેકશનમાં ફેસબુકનો પર્સનલ ડેટા ચોરી કરનાર કંપની ભારતમાં કોંગ્રેસ સાથે સંકળાયેલી હોવાનો ધડાકોઃ કર્ણાટકા સહિતની આવતી ચૂંટણીઓમાં મતદારોની માનસિકતા બદલવાનો કારસો કે હકીકત ?

લંડન, તા. ૨૩ :. એક સનસનીખેજ ખુલાસામાં કેમ્બ્રીજ એનાલીટીકાનું ભોપાળુ બહાર લાવનાર ક્રિસ્ટોફર વીલીએ એવો ધડાકો કર્યો છે કે છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતભરમા જ્ઞાતિ વૈમનસ્ય ફેલાવવામાં કેમ્બ્રીજ એનાલીટીકાના સાથથી કોેંગ્રેસે મોટો રોલ ભજવ્યો હતો. આ એ જ કંપની છે કે જેણે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી વખતે ફેસબુકનો પર્સનલ ડેટા ચોરી મતદારોની માનસિકતા બદલાવવા પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં આ મામલે ફેસબુકના ચીફ એકઝીકયુટીવ એલેકઝાન્ડર નીકસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગઈકાલે ક્રિસ્ટોફર વીલીએ બ્રીટીશ પાર્લામેન્ટ કમીટી સમક્ષ જણાવેલ કે, કેમ્બ્રીજ એનાલીટીકા ભારતમાં રાજ્યકક્ષાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વતી કામ કરતી હતી. આ આક્ષેપથી કોંગ્રેસે પોતાની કેમ્બ્રીજ એનાલીટીકા સાથેના કોઈ સંબંધો નહી હોવાનો ખુલાસો વધુ એક વખત શંકાના દાયરામાં આવ્યો છે. વધુ એક ઝાટકારૂપ ખુલાસામાં કેમ્બ્રીજ એનાલીટીકાએ કોંગ્રેસની જ્ઞાતિલક્ષી સ્ટેટેજીમાં ભાગ ભજવ્યાનો ખુલાસો થયો છે. તોફાનો, હિંસાચાર અને જ્ઞાતિવાદી અથડામણો જે ચૂંટણી પહેલા થયેલી તે ચૂંટણીલક્ષી ગોઠવણના પૂર્વ યોજીત પ્લાનસમી હતી. આ ખુલાસાથી આવનારી ચૂંટણીઓમાં મતદારોનું માનસ પલ્ટાવવાનો રાજકીય ખેલ છે કે વાસ્તવિકતા ? તે બારામાં વિચારવું રહ્યું.

(4:06 pm IST)