Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુપ્રિમ દ્વારા મોબાઇલ ફોન ઉપર પાસ મેળવવાની સુવિધા જાહેર કરાઇ

રોજના ૧૫૦૦ પાસ બનશેઃ અસરકર્તાઓને લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો

નવીદિલ્હી તા.૨૩: રોજબરોજની સુનાવણી દરમ્યાન જરૂરી પક્ષકારોએ, વકીલો, સરકારી વકીલોને હાજરી માટે પાસ વ્યવસ્થાની કાર્યવાહી મોબાઇલ એસ.એમ.એસ. દ્વારા સુવિધા આપવાની વયવસ્થા જાહેર કરવામાં આવી છે.

આ સુવિધા પહેલા સુપ્રિમ કોર્ટમાં કાઉન્ટર ઉપર લાઇનો લાગતી હતી. જેનાથી જરૂરી પક્ષકારોએ વકીલોએ સમય બદબાદ થતો હતો. સુપ્રિમ કોર્ટના રજીસ્ટ્રાર રાકેશ શર્માના જણાવ્યા પ્રમાણે સુપ્રિમ કોર્ટની વેબસાઇટ sci.govto in ઉપર લીંક કરવાથી મોબાઇલ ઉપર ઓટીપી સંદેશ આવશે. જેને લીંક કરવાથી અને સંદેશ આવેદક ના વકીલને મળશે? વકીલ તેનો સ્વીકાર કરશે એટલે તેઓને તુરંત જ એક ઓટીપી મળશે. જે બતાવવાથી કાઉન્ટર ઉપરથી તેઓને તુરંત જ પાસ મળી જશે.

સુપ્રિમ કોર્ટમાં રોજ ૧૫૦૦ પાસ બને છે. તેમજ સ્માર્ટ કાર્ડ ૫૦૦૦ લોકોને પ્રવેશ મળી શકે છે. જેમા વકીલ, સ્ટાફ, સરકારી કર્મચારી, વાદીનો સમાવેશ થાય છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા ઇ-ફાઇલીંગ સુવિધા પણ ચાલી રહી છે. જેનાથી દેશની કોઇપણ સરહદોમાં સુપ્રિમની વેબસાઇટ ઉપરથી રોજ ના ચુકાદાઓ જાહેર કરવામાં આવે છે. વેબસાઇટ ઉપર પાસ સુવિધાની વ્યવસ્થા થતા અસરકર્તાઓને હવે ઘરે બેઠા પાસ મળવવો સહેલો બની જશે. (૧.૧૫)

 

(1:03 pm IST)