Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પ્રેમને પામવા યુવતી બની દુલ્હોઃ સમૂહલગ્નમાં સાત ફેરા ફર્યાઃ પરિવારજનોએ કર્યો હોબાળો

પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલની નગરી આગ્રામાં બે બહેનપણીની અનોખી લવસ્ટોરી

આગ્રા તા. ૨૩ : પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલની નગરી આગરામાં એક અનોખી લવસ્ટોરી બહાર આવી છે પ્રેમને પામવા યુવતી ખુદ દુલ્હો બનીને સાત ફેરા લઈને લગ્ન કરે છે જોકે આખરે હકીકત બહાર આવતા પરિવારજનોને હોબાળો કર્યો હતો

આ બે બહેનપણીઓએ કોલેજમાં સાથે અભ્યાસ કરવા દરમિયાન સાથે જીવવા-મરવાની કસમ ખાઈ લીધી હતી. આ પછી બંનેએ જાતિ અને ધર્મની દીવાલ તોડીને થોડા દિવસો પૂર્વ આંબેડકર જયંતિ દરમિયાન સમૂહ લગ્નમાં લગ્ન પણ કરી લીધા. બોદ્ઘ ધર્મના રિતી રિવાજ મુજબ લગ્ન કરીને તે બંને અલગ ઘરમાં રહેવા લાગી. જયારે બંનેની હકીકત સામે આવી તો પરિવારના લોકોએ હંગામો કરી નાખ્યો. જોકે હજુ પણ આ બંને સખીઓ સાથે જ રહેવાની વાત પર મક્કમ છે.

આગરાના ટેડી બગિયાના વિકાસ નગરની નિવાસી યુવતી સાથે નગલા કિશનલાલમાં રહેતી યુવતી કાલિંદી વિહારની એક યુનિવર્સિટીમાં ભણતી હતી. બે વર્ષ પહેલા સ્નાતકના અભ્યાસ દરમિયાન બંનેમાં મિત્રતા થઈ. કિશનલાલમાં રહેતી યુવતી બ્રાહ્મણ સમાજની હતી. તે બોયકટ હેર અને સ્ટાઈલ જીન્સ ટીશર્ટ પહેરતી હતી. જયારે બીજી યુવતી દલિત સમુદાયથી હતી.

બંને યુવતીઓને પ્રેમ થઈ ગયો. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ એક વર્ષ પહેલા બ્રાહ્મણ યુવતી છોકરો બનીને તેની બહેનપણી સુધી પહોંચી અને તેની માતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. પરંતુ તેની માતાએ જાતિનું કારણ જણાવીને લગ્નથી ઈનકાર કરી દીધો. થોડા જ દિવસોમાં તેમણે દીકરાના લગ્ન નક્કી કરી નાખ્યા. બંને બહેનપણીઓએ યુવકના ઘરવાળાઓને ધમકી આપીને સંબંધ તોડી નાખ્યો. આ પછી યુવતીની માતાએ પણ લગ્ન માટે હા પાડી દીધી.

આગરામાં ૧૪ એપ્રિલે આંબેડકર જયંતીના આયોજન બાદ જાટવ સમાજના યુવક-યુવતીઓના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં બંને યુવતીઓએ લગ્ન કરી લીધા. આ બાદ બંને સાથે રહેવા લાગ્યા. દૂલ્હો બનેલી યુવતીએ સંમેલનમાં નકલી માતા-પિતા પણ ઊભા કર્યા. પોતાના પરિવારના લોકોને લગ્નની જાણકારી ન આપી.

લગ્ન બાદ યુવતી ઘરમાંથી અલગ રહેતી હતી. આ દરમિયાન પરિવારના લોકો તેની શોધખોળ કરતા વિકાસ નગર પહોંચ્યા. તેની બહેનપણીના ઘરવાળાએ પોતાની દીકરી વિશે પૂછ્યું તો ચોંકી ગયા. ફોન કરીને બંનેને ઘરે બોલાવાઈ, યુવક બનેલી યુવતીના કપડા ઉતારને જોયું તો ઘટનાની જાણ થઈ. પોલીસ બંનેને સ્ટેશન પર લઈ ગઈ પરંતુ બંને સાથે રહેવા માટે કહેવા લાગી. બંને યુવતીઓનું કહેવું છે કે તેમને જાતિ અને યુવક-યુવતી હોવા કે ન હોવા પર કોઈ વાંધો નથી. તેમને કોઈ અલગ નહીં કરી શકે. બપોર સુધી તેમના પરિવારના લોકો પોલીસ સ્ટેશનમાં સમજાવવામાં લાગી રહ્યા.(૨૧.૧૮)

(1:01 pm IST)