Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભાવગત ભાગીરથીમાં અમેરિકાના ભાવિક ભકતજનો ભાવવિભોર બન્યા

અમદાવાદઃ શાસ્ત્રોમાં પિતૃઓની પવિત્ર સ્મૃતિમાં સત્કાર્યો કરવા માટે ચૈત્ર મહિનાને સર્વોત્તમ ગણાવ્યો છે. ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં અમેરીકા જ્યોર્જીયામાં આવેલ આવેલા SGVP ગુરુકુલ - સવાનાહ ખાતે પિતૃઓની પવિત્ર સ્મૃતિમાં શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન થયું.

સવાનાહ, પુલર, બ્રુન્સવીક, સાઉથ કેરોલાઈના વગેરે વિવિધ વિસ્તારમાં રહેતા અને શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સાથે જોડાયેલા ભાવિક ભક્તજનોના પરિવારના દિવંગત આત્માઓની પવિત્ર સ્મૃતિમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૨૧ ઉપરાંત પરિવારના ભક્તજનોએ ભાગ લીધો હતો.

SGVP ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની મંગલ પ્રેરણાથી થયેલા આ કાર્યને સવિશેષ સફફ્ર બનાવવા

માટે સ્વામી કુંજવિહારીદાસજી તથા શાસ્ત્રી અજય મહારાજે મંદિરના સ્વયંસેવકોની સંગાથે ખૂબ જ મહેનત કરી હતી. આ કથા દરમિયાન દરરોજ સાંજે વિવિધ વિસ્તારના ભકતજનો કથાશ્રવણ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હતા.

પંચદિનાત્મક શ્રીમદ્ ભાગવત કથા પારાયણમાં સ્વામી ભક્તિવેદાંતદાસજીએ વ્યાસાસને બિરાજી ભાગવતજીના અર્ક સમાન અને ભક્તિશાસ્ત્ર કહેવાતા દશમ સ્કંધની કથાનું ખૂબ જ સુંદર રીતે શ્રવણ કરાવ્યું હતું. તેઓશ્રીએ ભગવાન શ્રીકૃષ્ણનારાયણના પાવન ચરીત્રોની સંગાથે વર્તમાન સમયને અનુરૃપ શ્રીકૃષ્ણચરીત્રોના રહસ્યને પણ સમજાવ્યા હતા.

કથાની પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ વિડીયો આશીર્વાદ પાઠવતા ભાગવતજીની કથાશ્રવણનો મહિમા વર્ણવતા પિતૃઓના મોક્ષની કથાનું શ્રવણ કરાવ્યું હતું.

ચૈત્ર મહિનો અને ચૈત્રી પૂ'ણમાનો મહિમા વર્ણવતા પૂજ્ય સ્વામીશ્રીએ જાહેરાત કરી હતી કે, આગામી વર્ષે ચૈત્રી પૂ'ણમા એટલે કે હનુમાન જયંતીના પવિત્ર દિને જીય્ફઁ ગુરુકુલ ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં હિંદુ ધર્મના મુખ્ય મુખ્ય તમામ દેવોની પ્રતિષ્ઠા થશે.

તા. ૧૭ એપ્રિલ થી ૨૧ એપ્રિલ - ૨૦૧૯ દરમિયાન ભવ્યતા અને દિવ્યતા યુક્ત મૂ'ત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણદેવ, ભગવાન શ્રી સીતારામજી, શ્રી શ્રીનાથજી, શ્રી તિરૃપતિ બાલાજી, શિવ-પાર્વતી, શ્રી અંબે મા તથા શ્રી ઉમિયા મા, શ્રી સૂર્યનારાયણ ભગવાન, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી તથા ભોજલરામ બાપા અને જલારામ બાપાની મૂ'તઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આ મહોત્સવ દરમિયાન જ મંદિરના પરિસરમાં આવેલા સરોવરના મધ્યભાગમાં રહેલો આયલેન્ડ પર સર્વેશ્વરધામનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સર્વેશ્વર ધામમાં દ્વાદશ જ્યોતિર્િં લગની સાથે અમરનાથ બિરાજશે; તદુપરાંત ભગવાન નીલકંઠવર્ણી, શેષશાયી નારાયણ તથા ચારધામના દેવોની પ્રતિષ્ઠા કરવામાં આવશે.

પૂજ્ય સ્વામીજીએ આ કથામાં પધારેલા ભક્તજનોને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા તથા સમસ્ત અમેરીકાના ભક્તજનોને આગમી મૂ'ત પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા હા'દક નિમંત્રણ પાઠવ્યું હતું.

 

(12:06 pm IST)