Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઈન્કમટેક્ષ કચેરીમાંથી બે કરોડના સોનાની ચોરી !

રાજસ્થાનના કોટાની ઘટનાઃ કચેરીના જ ચોકીદાર અને કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડઃ જ્વેલર્સને ત્યાંથી દરોડામાં પકડાયું હતુ સોનુઃ ડીપાર્ટમેન્ટ ઈન્કવાયરી માટે કમીટી રચાઈ

કોટા તા. ૨૩: રાજસ્થાન ના કોટા શહેરમાં એક જવેલર્સને ત્યાંથી દરોડામાં કબ્જે થયેલ બે કરોડનું સોનું આવકવેરા કચેરીમાંથી ચોરાઇ જવાની આશ્ચર્યજનક ઘટના બનતા પોલીસે તપાસમાં કચેરીના જ જાણભેદુ એવા ચોકીદાર તથા કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણને મુદામાલ સહિત ઝડપી લીધા હતા.

સી.સી.ટી.વી કેમરા તથા કોમ્પ્યુટરટાઇમ સીકયુરીટી વ્યવસ્થા હોવા છતા ચોરાયેલ સોના અંગે પોલીસ ને જાણ કરાતા કોઇ જાણભેદુ નુ જ કારષ્તાન હોવાનું ફલીત થયુ હતું.

પોલીસે તપાસ કરતા ચોકીદાર અને કોમ્પ્યુટર ઓપરેટર પાછળ દરવાજાએથી ઘુસીને હાથ માર્યાનો ભેદ ખુલ્યો હતો.

રાજસ્થાન આવકવેરા કચેરીએ ત્રણ દિવસ પહેલા કોટાના જાણીતા જવેલર્સ પેટીને ત્યાં દરોડા પાડી ૨ કરોડ ૨૪ લાખ ૯૦ હજારની કિંમતનું સોનું જપ્ત કર્યુ હતું.

જપ્ત થયુલું સોનું સહાયક નિર્દેશક એ.એલ. મીનાની ચેમ્બરનાં કબાટમાં રાખવામાં આવ્યુ હતું. ઉદયપુર રેન્જના મુખ્ય આયકર અધિકારી એમ. રઘુવીરે આ અંગે ખાતાકીય તપાસનો આદેશ કર્યો છે.

આવકવેરા કચેરીમાં જડબેસલાક સલામતી વ્યવસ્થા હતી અને કોમ્પ્યુટર બધુ જુએ છે તેવા બોર્ડ પણ માર્યા હતા પરંતુ સલામતી સુરક્ષા વ્યવસ્થાથી સંપૂર્ણ જાણકાર લોકો પાછળના રસ્તાથી અંદર પ્રવેશ્યા હતા કેમકે પાછળના દરવાજે સી.સી.ટી.વી. કેમરા ન હતા અને એ.એલ મીનાની ચેમ્બર સુધી પહોચવા કેમરા પણ તોડી નખાયેલ

પોલીસની પ્રાથમિક તપાસમાંજ  કચેરીના જ સ્ટાફની મીલીભગત ની શંકા આવી ગઇ હતી અને એ કબાટ ખોલી રેકોર્ડ પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. સોના સિવાય કોઇ સામાનને હાથ લગાડવામાં આવ્યો ન હતો પોલીસ ચોકીદાર, કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણને સકંજામાં લેતા ચોરીનો મુદામાલ પણ ફટાફટ રજુ કરી દેવાયો હતો.(૧.૬)

 

(11:56 am IST)