Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

૫૦ કરોડ કૃષિ કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના

નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ હેઠળ ૧૦ કરોડ પરિવારોને આવરી લેવાની જાહેરાત પછીની મોદી સરકારની મોટી યોજનાઃ પીએમઓએ લીલીઝંડી આપીઃ હવે નાણા-શ્રમ ખાતુ યોજના ઘડી કાઢશેઃ ૪૦ ટકા કર્મચારીઓ માટે ૨ લાખ કરોડ જોઇશેઃ ક્રમશઃ અમલી બનાવાશે જેથી પ્રારંભમાં ઓછા નાણાં જોઇશેઃ ગરીબોને પ્રથમ લાભઃ ૧૦ વર્ષના સમયગાળામાં રકમ વધારતી જવાશેઃ બીજી સૌથી મોટી સોશ્યલ સીકયુરીટીઝ સીસ્ટમ્સ બની રહેશે

 નવી દિલ્હીઃ કૃષિ સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા ૫૦ કરોડ કામદારોને સાર્વત્રિક સામાજીક કવચ પુરું પાડવાની શ્રમમંત્રાલયની દરખાસ્તને વડાપ્રધાન કાર્યાલય (pmo) એ મંજુરી આપી છે આ સાથે સામાન્ય ચુંટણીના એક વર્ષ પહેલા કર્મચારીઓ માટેની મહત્વાકાંક્ષી કલ્યાણ યોજનાની પ્રક્રિયા શરુ થઇ રહી છે

 નાણા અને શ્રમ બંને મંત્રાલય આ સ્કીમની વિગતો તૈયાર કરશે. યોજના સંપુણ શરૂ થશે ત્યારે દેશના કુલ  કર્મચારીબળના ૪૦ ટકા કર્મચારીઓ માટે સરકારને આશરે ૨ લાખ કરોડની જરૂર પડશે. બાકીના ૬૦ ટકા કર્મચારીઓ  તેમના ખીસ્સામાંથી સંપુર્ણ કે આંશિક રીતે પ્રદાન આપશે.  ટાંકીને ઇકો. ટાઇમ્સને સિનિયર સરકારી અધિકારી  મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પીએમઓએ અંગે રજુઆત કરી હતી નાણામંત્રાલયને   પણ આ યોજના માટે સકારાત્મક વલણ ધરાવે છે.

 અધિકારીના જણાવ્યા પ્રમાણે  શ્રમમંત્રાલયે નાણાંમંત્રાલયને સુચન કર્યું છે કે સરકાર આ યોજનાને ક્રમશઃ અમલી બનાવશે જેનો પ્રથમ લાભ ગરીબોને મળશે. આ માટે, પ્રારંભમાં ઓછી રકમની જરૂર પડશે અને તેને તમામ સ્તરે અમલી બનાવવા ૫ થી ૧૦ વર્ષના સમયગાળામાં ફાળવણીની રકમ વધારવામાં આવશે. દરખાસ્તમાં કર્મચારીને નિવૃતિ, આરોગ્ય, વૃધ્ધાવસ્થા, અશકિત, બેરોજગારી અને માતૃત્વ લાભ પુરા પાડવા માટેની સર્વગ્રાહી સોશિયલ સિકયોરીટી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

 અગાઉ જાહેર થયેલી નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ પછીની આ બીજી મોટી સામાજીક યોજના છે હેલ્થ સ્કીમમાં દેશના ૧૦ કરોડ પરિવારોને ૫ લાખનું આરોગ્ય કવર આપવામાં આવશે.

 સોશિયલ સિકયોરીટી સ્કીમ ૧૦ વર્ષના અમલી બનાવાશે. એ પછી  સરકાર તેને સાર્વત્રિક બનાવશે. સ્કીમ ચાર સ્તરીય રહેશે, જેમા ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે સરકાર કરની આવકમાંથી સંપુર્ણ ફંડ આપશે.(૪૦.૨)

(11:50 am IST)