Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

'મેરેજ સર્ટિફીકેટ' લગ્ન કર્યાનું પ્રમાણ નથી

લગ્નને સાબિત કરવા માટે સાત ફેરા ફર્યાના પુરાવા રજૂ કરવા જરૂરીઃ પંજાબ હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો

નવી દિલ્હી તા. ર૩ :.. કોઇપણ લગ્નને સત્તાવાર સ્વરૂપ આપવા હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થવા જરૂરી છે. તેમાં પણ સાત ફેરા ફરવા મહત્વના છે. મેરેજ સર્ટીફીકેટ લગ્ન થયાનું આધારભૂત પ્રમાણ નથી. સાત ફેરા ફર્યાનું સાબિત થાય તો જ લગ્ન થયાનું માની શકાય. પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આવી ટિપ્પણી કરીને મહત્વનો ચૂકાદો આપ્યો છે.

કુરુક્ષેત્રના નાગરીકે એક અરજી કરી હતી. જે મુજબ પોતાની પત્નીને ચાર વર્ષથી ઓળખતો હતો, ૧૮ ફેબ્રુ.એ લગ્ન કરી લીધા. પ્રાચીન શિવ મંદિરમાં લગ્ન કરી લીધા હતાં. તેના ફોટા પણ લીધા છે. આ લગ્નમાં સિંદુરવિધિ અને સાત ફેરા વિધિ કરાઇ હતી. મેરેજ સર્ટીફીકેટ પણ સામેલ છે. અરજીમાં કહ્યું છે કે, આ લગ્ન સાચા સાબિત કરી શકાય તેમ છે.

જો કે આ કેસમાં પત્નીએ જણાવ્યું કે, મંદિરમાં મને લઇ ગયા હતા, પણ સાત ફેરા થયા નથી. મારા પતિ સાથે એક દિવસ પણ રોકાઇ નથી. પતિએ યેનકેન મેરેજ સર્ટી. બનાવડાવી લીધું હતું.

હાઇકોર્ટે બંનેની દલીલો સાંભળીને કહયું કે, અરજી કરનાર પતિ સાત ફેરા ફર્યાનો ફોટો સાચો હોવાનું સાબીત કરી શકયા નથી. મેરેજ સર્ટી.ના આધારે લગ્ન સાચા સાબિત થતા નથી. હિન્દુવિધી પ્રમાણે સાત ફેરા ફરવા જરૂરી છે અને તેને સાબિત કરવા અનિવાર્ય છે. બંનેના છૂટાછેડાને માન્ય રખાયા છે. (પ-૧૧)

(11:00 am IST)