Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 11 ઉમેદવાર જાહેર : સિદ્ધારમૈયાને બાદામી સીટ પરથી પણ લડશે

નવી દિલ્હી:કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં 11 ઉમેદવારોનાં નામ છે. જેમાં કર્ણાટકના વર્તમાન મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને બાદામી સીટ પરથી પણ ઉમેદવાર જાહેર કરાયા છે આ ઉમેદવારી મામલે તેમને ડો. દેવરકાજ પાટિલના સ્થાને ઉમેદવાર બનવાયા છે  ,      કર્ણાટકના મુખ્યપ્રધાન આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં કર્ણાટકની 2 બેઠકો પરથી ચૂંટણી લડશે પાર્ટીના મહાસચિવ મુકુલ વાસનિકે યાદી જાહેર કરતા જણાવ્યું છે કે કે.પી. ચન્દ્રકલાને એચ.એસ. ચન્દ્ર મૌલીની જગ્યાએ મદિકેરીએથી, એમ.શ્રીનિવાસને ગુરપ્પા નાયડુની જગ્યાએ પદ્મનાભ નગરેથી ઉમેદવાર બનાવવામાં આવેલ છે.

આ સિવાય ડૉ.બી ઇનામદારને કિત્તૂરથી, વિઠ્ઠલ ધોધિંબા કટક ધોધને નાગ્થાન સુરક્ષિત સીટેથી, એમ એન સાલીને સિંદગીથી, સઇદ યાસીનને રાયચૂરેથી અને એન એ હરીશને શાંતિનગરેથી ઉમેદવાર બનાવવામાં આવેલ છે. કે.એસ.રેણુને એમ.આર.સીતારામની જગ્યાએ મલ્લેશ્વરમેથી, કે સદાક્ષારીને બી નન્જ્મારીના સ્થાને તિપ્પુરેથી તથા એચ પી રાજેશને એ.એલ પુષ્પની જગ્યાએ જગલુર સુરક્ષિત સીટેથી ઉમેદવાર બનાવવામાં આવેલ છે.

(12:00 am IST)