Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દેશમાં આંતરિક સુરક્ષા માટે ૩૫૦,૦૦૦ કરોડની જરૂર

પોલીસ દળોના આધુનિકીકરણની તાકિદની જરૂર : ૨૦૨૦-૨૫ દરમિયાન વિવિધ જવાબદારી ખુબ વધશે

નવીદિલ્હી,તા.૨૨ : કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આંતરિક સુરક્ષા, પોલીસ સુરક્ષા દળોના આધુનિકીકરણ અને અન્ય સંબંધિત જવાબદારી માટે તેને ૩૫૦૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. ૨૦૨૦-૨૫માં સરહદની સુરક્ષા અને આંતરિક સુરક્ષા માટે આ જંગી રકમની જરૂર રહેશે. હાલમાં જ ૧૫માં નાણા પંચના ચેરમેન એનકે સિંહને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. મંત્રાલય દ્વારા ૨૦૨૦-૨૫ના ગાળા માટે આંતરિક સુરક્ષા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના આધુનિકીકરણ, સરહદી સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના જુદા જુદા ક્ષેત્રો માટે ૩૫૦૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. મોડેથી નાણા પંચને વિસ્તૃત મેમોરેન્ડમ સુપરત કરવામાં આવનાર છે. હાલમાં જ એક બેઠક દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયની જવાબદારી હાલના સમયમાં અનેકગણી વધી ગઈ છે.  રાજ્યોની જવાબદારીમાં પણ વધારો થયો છે. આધુનિક સમયમાં વૈશ્વિક પડકારો વચ્ચે સેના અને સુરક્ષા દળોને આધુનિક બનાવવા તથા તેમને પુરતા સાધનો આપવાની જવાબદારી વધી છે.

(12:00 am IST)