Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કાશ્મીરના કુપવાડામાં આતંકિઓનું ઠેકાણું તબાહ કરાયું :સેનાનું સૌથી મોટું ઓપરેશન :મોટીમાત્રામાં ઘાતક હથિયારો જપ્ત

કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હદવાડામાં સેનાએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકીઓના ઠેકાણાંને તબાહ કર્યું છે જાણવા મળ્યા મુજબ ઉતરી કાશ્મીરમાં તબાહ કરાયેલ આ આતંકી ઠેકાણાંમાંથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કરાયા છે

  હદવાડામાં આતંકીઓ હોવાની જાણ થતા સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘરેબંધી કરીને જમ્મુ કાશ્મીર પ્લીસ અને સીઆરપીએફના જવાનોએ સઘન તલાસી અભિયન હાથ ધાર્યું હતું આ દરમિયાન સેનાએ છાપો મારીને આતંકીઓના ઠેકાણાંને તબાહ કર્યું હતું

(12:00 am IST)