Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દીકરીઓના નાદાન વર્તન માટે કોરિયન એરલાઇનના ચીફે માફી માંગી : દીકરીઓ વહેલીતકે રાજીનામુ આપશે

મિટિંગમાં વ્યક્તિના ચહેરા પર પાણી ફેંકવું અને ક્રૂ મેમ્બરને લાત મારવાના કારણે વિવાદોમાં છે

કોરિયન એરના પ્રેસિડેન્ટ ચો યાંગ-હોએ પોતાની બે દીકરીઓના નાદાન વર્તનને કારણે માફી માંગી છે માફી માંગતા તેઓએ કહ્યું હતું કે, અલગ અલગ વિવાદોમાં સમાચારોમાં આવેલી તેમની બે દીકરીઓ પોતાના કંપની પદ ઉપરથી વહેલી તકે  રાજીનામું આપશે.
   યાંગ-હોની બીજી પુત્રી અને કંપનીની માર્કેટિંગ એક્ઝુક્યુટિવ ચો હ્યુન-મિનએ એક બિઝનેસ મિટિંગમાં એક વ્યક્તના ચહેરા ઉપર પાણી ફેક્યું હતું. જોકે તેની સામે પોલીસ તપાસ ચાલી રહી છે.
   ચાર વર્ષ પહેલા હ્યુન-મિનની મોટી બહેન  ચો હ્યુન-આહ એ સમયે દુનિયાભરના સમાચારોમાં આવી હતી. જ્યારે ગ્લાસની જગ્યાએ બેગમાં મેકાડૈમિયા નટ પિરસનાર કેબિન ક્રૂના સભ્યને લાત મારી હતી. આ ઘટનાને ‘નટ રેઝ’ નામ આપાયું હતું.
   સોલ પોલીસે ગત સપ્તાહે કહ્યું હતું કે, બેઠકમાં હાજર લોકોના નિવેદનના આધાર પર તે એક ઔપચારિક તપાસ શરી કરી રહી છે. આ ઘટના પછી 34 વર્ષીય હ્યુન-મિનએ એક વ્યાપક ઇમેલ માફી રજૂ કરી હતી. તેમણે દરેક એ વ્યક્તિને આ ઇમેલ મોકલ્યો જેમની સાથે તેમણે કામ કર્યું હતું. જોકે, તેમણે કોઇની ઉપર પાણી ફેકવાની વાતને નકારી કાઢી હતી.

 

(12:00 am IST)