Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આપણે 10 કે 15 નહિ પરંતુ 50 વર્ષ સુધી ચૂંટણીમાં જીતવાનું લક્ષ્ય બનાવવું પડશે : મહિલા કાર્યકર્તાઓને અમિતભાઈની શીખ

વિકાસની લાઇનમાં સૌથી છેલ્લે ઊભેલા વ્યક્તિને સૌથી આગળ લાવવાનું કામ કરવાનું છે

ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહે પાર્ટીના મહિલા મોરચાના કાર્યકર્તાઓને આગામી  50 વર્ષ શાસન કરવાની ભાવના રાખીને કામ કરવાનું કહ્યું હતું ગાઝિયાબાદમાં ભાજપ મહિલા મોર્ચાની તાલિમ શિબિરના સમાપન સમારોહમાં અમિતભાઈ  શાહે કહ્યું હતું કે, આપણે વિશ્વમાં ભારતનું નામ રોશન કરવાનું છે. જો આપણે આ લક્ષ્યને મેળવવું હોય તો આપણે 5, 10 કે 15 વર્ષ સુધી ચૂંટણી જીતવાના લઇને પોતાને સમેટવું ન જોઇએ. પરંતુ 50 વર્ષોમાં થનારા પંચાયતથી લઇને સંસદ સુધીના દરેક ચૂંટણીમાં જીતનું લક્ષ્ય બનાવવું પડશે. કોંગ્રેસે આઝાદી પછી 50 વર્ષોમાં આવું જ કર્યું હતું.
   બીજેપી અધ્યક્ષના મહિલા કાર્યકર્તાઓના ઉત્સાહ વધારતા શાહે કહ્યું હતું કે, વિકાસની લાઇનમાં સૌથી છેલ્લે ઊભેલા વ્યક્તિને સૌથી આગળ લાવવાનું કામ કરવાનું છે. એટલા માટે જ આપણે રાજનીતિમાં છીએ. તેમણે કહ્યું કે, ચૂંટણી સફળતા આપણું એક પડાવ હોઇ શકે છે પરંતુ આ આપણું લક્ષ્ય નથી.
  અમિતભાઈ  શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગત ચાર વર્ષોમાં મોદી સરકારે એક પણ એવું કામ નથી કર્યું જેના કારણે આપણા કોઇપણ કાર્યકર્તાનું માથું નમી જાય. સરકારે એવા કામો કર્યા છે જેનાથી કાર્યકર્તાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે.
અમિતભાઈ શાહે આ દરમિયાન કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ દેશમાં શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો હતો તો કોંગ્રેસ પાર્ટીએ તેની મજાક બનાવી દીધો હતો. પરંતુ આજે મોદી સરકારે દુનિયાભરમાં સાડા સાત કરોડથી પણ વધારે ટોયલેટ બનાવીને મહિલાઓને સમ્માન સાથે જીવવાનો હક આપ્યો છે.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તાઓએ કહીનો જોશ ભરવાની કોશિશ કરી હતી કે જો તેઓ નક્કી કરી લે તો મોટામાં મોટી સફળતા સંભવ છે. કાર્યકર્તાના બલિદાન અને મહેનતથી જ વિજય મળે છે.

 

(12:00 am IST)