Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

22 એપ્રિલ - વર્લ્ડ અર્થ ડે : દુનિયામાંથી પલાસ્ટીકના અંત કરવાની થીમ પર ઉજવણી

વધતી ગરમી, પીગળતો બરફ, ઘટતી ગ્લેશિયર, ઓઝોનનાં સ્તરમાં પડતાં ગાબડાં, ક્યારેક સુનામી તો ક્યારે વાવાઝોડાં :માનવજાત સમજી જાય તો સારું

આજે 22 એપ્રિલ - વર્લ્ડ અર્થ ડે એટલે કે પૃથ્વી દિવસ મનાવાય છે દુનિયાભરમાં ૨૨ એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે મનાવવામાં આવે છે. 
  સૌપ્રથમ વર્ષ ૧૯૭૦માં આ દિવસ મનાવવામાં આવ્યો હતો. દુનિયાભરમાં વધતી ગરમી, પીગળતો બરફ, ઘટતી ગ્લેશિયર, ઓઝોનનાં સ્તરમાં પડતાં ગાબડાં, ક્યારેક સુનામી તો ક્યારે વાવાઝોડાં જેવી કુદરતી ઘટનાઓ પર્યાવરણને સીધી અસર કરતી આ તમામ ઘટનાઓ એ તરફ ઇશારો કરે છે કે ઝડપથી માણસ સમજી જાય તો સમગ્ર માનવજાત માટે સારું છે
   . આ તમામ આફત માટે માણસ જવાબદાર છે. આ જોખમ તરફ વિચારીને ૪૮ વર્ષ પહેલાં આ પૃથ્વીને બચાવવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે સમગ્ર દુનિયામાં લોકોને જાગ્રત કરે છે. દુનિયામાંથી પ્લાસ્ટિકનો અંત કરવો એ થીમ પર આ વખતે વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી છે.
   કેટલું વિશાળ છે પૃથ્વીનું નેટવર્ક? પૃથ્વી-દિવસ નેટવર્કની સ્થાપનાને વર્ષ ૨૦૨૦માં ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. દુનિયાભરના ૧૯૨ દેશમાં આ નેટવર્કથી ૧૭,૦૦૦થી વધારે સંસ્થાઓ અભિયાન સાથે જોડાયેલી છે. જેમાં ૫,૦૦૦ જેટલાં ગ્રૂપ અને ૨૫,૦૦૦ શિક્ષકો પર્યાવરણ માટે જાગ્રતિનો સંદેશ આપી રહ્યા છે. 

 

(12:00 am IST)