Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાહુલનું સંસદ સભ્‍યપદ છીનવાયુ

માનહાનિ કેસમાં સજા મળતા ગુમાવ્‍યું સંસદસભ્‍ય પદઃ લોકસભા સચિવાલયે લીધું પગલુ : નોટિફીકેશન જારી : રાહુલ જ નહીં અગાઉ લાલુ, જયલલિતા, આઝમ ખાન, કુલદીપસિંહ સેંગર સહિત અનેકનું ધારાસભ્‍ય કે સંસદસભ્‍યનું પદ અયોગ્‍ય ઠેરવાયુ છે : રાહુલ જ નહીં અગાઉ લાલુ, જયલલિતા, આઝમ ખાન, કુલદીપસિંહ સેંગર સહિત અનેકનું ધારાસભ્‍ય કે સંસદસભ્‍યનું પદ અયોગ્‍ય ઠેરવાયુ છે

નવી દિલ્‍હી, તા.૨૪: રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી છે. ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું છે. તમને જણાવી દઈએ કે માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે જ રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈને વિવાદાસ્‍પદ ટિપ્‍પણી કરવાનો આરોપ લાગ્‍યો હતો. જેમની વિરુદ્ધ ગુજરાત ભાજપના ધારાસભ્‍ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્‍ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્‍યા બાદ લોકસભાના સભ્‍યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્‍યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે ૨૩ માર્ચ, ૨૦૨૩થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ ૧૦૨ (૧) (ફૂ) અને લોકોના પ્રતિનિધિત્‍વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૮ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્‍યો છે.

લોકસભાના મહાસચિવ ઉત્‍પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે. રાહુલ ગાંધી, રાષ્‍ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્‍યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્‍દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્‍ય ચૂંટણી અધિકારી, કેરળ, સંપર્ક અધિકારી, એસ્‍ટેટ નિયામક, સંસદ ગળહ એનેક્‍સી, NDMC સચિવ, ટેલિકોમને એક-એક નકલ. સંપર્ક અધિકારી અને લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને મોકલવામાં આવ્‍યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્‍યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા રદ કરી દીધી છે. વાસ્‍તવમાં, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્‍યા હતા અને તેમને ૨ વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્‍યતા બેલેન્‍સમાં લટકી રહી હતી. હકીકતમાં, જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્‍યોને કોઈ પણ સંજોગોમાં ૨ વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્‍યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્‍ય છે.

રાહુલ સામે હવે શું વિકલ્‍પો છે? રાહુલ ગાંધીની લોકસભાની સદસ્‍યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, રાહુલ માટે સદસ્‍યતા જાળવી રાખવાના તમામ રસ્‍તા બંધ કરવામાં આવ્‍યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્‍યાં સુરત સેશન્‍સ કોર્ટના નિર્ણય પર સ્‍ટે આવે તો સભ્‍યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્‍ટે નહીં આપે તો સુ-ીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્‍થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્‍ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્‍યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી ૮ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ૅનીરવ મોદી, લલિત મોદી, નરેન્‍દ્રભાઇ મોદીની અટક કેમ સામાન્‍ય

છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ ૪૯૯, ૫૦૦ હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્‍યએ આરોપ લગાવ્‍યો હતો કે ૨૦૧૯માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

કોર્ટે શું કહ્યું? વાસ્‍તવમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઁમોદી સરનેમઁ ધરાવતા નિવેદન અંગે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે ૨ વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા આ નિવેદન આપ્‍યું હતું. કોર્ટે રાહુલને રૂ. ૧૫,૦૦૦ના અંગત બોન્‍ડ પર જામીન આપતાં ૩૦ દિવસ માટે સજા સસ્‍પેન્‍ડ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સજાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. કોર્ટે તેના ૧૭૦ પાનાના નિર્ણયમાં કહ્યું છે કે આરોપીઓ પોતે સાંસદ (સંસદના સભ્‍યો) છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચારમાં કોઈ ફેરફાર થયો નથી.

(3:25 pm IST)