Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ફરિદાબાદની નિકિતા તોમર મર્ડર કેસ:ફાસ્ટ ટ્રેક કોર્ટે બે આરોપીને દોષી જાહેર કર્યા: ત્રીજો નિર્દોષ

નિકિતા તોમરે ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતાં તૌસિફે તેને ગોળી મારી દીધી હતી.

ફરીદાબાદના નિકિતા મતોમર મર્ડર કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો આવ્યો છે. જેમાં અદાલતે આ મર્ડર કેસના મુખ્ય આરોપી તૌસિફ અને તેના મિત્ર રેહાનને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં ત્રીજા આરોપી અઝરુદ્દીનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ સજા પર વધુ સુનવણી 26 માર્ચના રોજ કરવામાં આવશે. ગત વર્ષે 26 ઓકટોબરના રોજ નિકિતા તોમરે ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતાં તૌસિફે તેને ગોળી મારી દીધી હતી.

 

કોર્ટનો ચુકાદો સાંભળીને નિકિતાના પિતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે આ પાંચ મહિનાનો સમય અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. આવા આરોપીઓને જીવવાનો અધિકાર નથી. અમે આરોપીની સજા માટે વધુ બે દિવસ રાહ જોઇશું. તેને ફાંસીની સજા આપવી જ જોઇએ.

આ અંગે નિકિતા તોમરના વકીલે જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા તૌસિફ અને રેહાનને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા હતા, જયારે ત્રીજા આરોપી અઝહરુદ્દીને નિર્દોષ જાહેર કર્યો હતો. જ્યારે 26 માર્ચે સજાની ચર્ચા કરવામાં આવશે. વકીલે કહ્યું અમે ગુનેગારો માટે ફાંસીની સજાની માંગ કરીશું.

 

ઉલ્લેખનીય છે કે નિકિતાની હત્યા 26 ઓક્ટોબરના રોજ ફરીદાબાદના બલ્લભગઠમાં થઈ હતી. નિકિતાની હત્યાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 27 ઓક્ટોબરે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી તૌસિફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ કરી હતી. તેની બાદ તૌસિફના બીજા મિત્ર અઝરુદ્દીનની ધરપકડ કરવામાં આવી. અઝરુદ્દીન પર દેશી કટસ ગોઠવવાનો આરોપ હતો.

આ કેસમાં પોલીસે માત્ર આરોપીઓ વિરુદ્ધ 11 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી. પોલીસે ચાર્જશીટમાં 64 લોકોને સાક્ષી બનાવ્યા. ફાસ્ટ ટ્રેક કોર્ટને કારણે આ કેસની સુનાવણી લગભગ દરરોજ થતી હતી. ફેબ્રુઆરી મહિનામાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પૂરક ચાર્જશીટમાં પોલીસે 10 અન્ય લોકોને સાક્ષી બનાવ્યા હતા.

સુનાવણી દરમિયાન પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. બચાવપક્ષે પણ કોર્ટમાં 2 સાક્ષીઓ રજૂ કર્યા હતા. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તૌસિફ અને તેના મિત્ર રેહાનને હત્યા માટે દોષિત ઠેરવ્યા છે જ્યારે તેનો મિત્ર અઝરુદ્દીનને નિર્દોષ જાહેર કર્યો છે

(1:03 am IST)