Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બ્રિટનની રોયલ ફેમિલીમાં નવુ મહેમાન આવ્યું : બાળકની કિલકારીથી પેલેસ ગુંજ્યો:સિંહાસનના ઉત્તરાધિકારીની હરોળમાં 22મા સ્થાન મળ્યું

એલિઝાબેથ દ્વિતિયએ પોતાના 10મા પ્રપૌત્રના જન્મ પર ખુશી વ્યક્ત કરી: તેમની પૌત્રી ઝારા ટિંડેલે એક બાળકને જન્મ આપ્યો: લુકાસ ફિલિપ ટિંડલ નામ રખાયું

બ્રિટનની રોયલ ફેમિલીમાં એક નવુ મહેમાન આવ્યું છે. બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતિયએ પોતાના 10મા પ્રપૌત્રના જન્મ પર ખુશી વ્યક્ત કરી છે. તેમની પૌત્રી ઝારા ટિંડેલે બુધવારે એક બાળકને જન્મ આપ્યો છે. જેનું નામ લુકાસ ફિલિપ ટિંડલ રાખવામાં આવ્યું છે. લુકાસ ફિલિપ ટિંડલ બ્રિટનના સિંહાસનના ઉત્તરાધિકારીની હરોળમાં 22મા સ્થાન પર છે.

ઝારા ટિંડલ 94 વર્ષિય રાજકુમારી અને ઇંગ્લેન્ડના પૂર્વ રગ્બી ખેલાડી માઇક ટિંડલનું સંતાન છે. ઝારાને જ્યારે લેબર પેઇન થયું ત્યારે તે હોસ્પિટલ ના પહોંચી શકી. જેથી બાથરુમની અંદર જ તેમણે બાળકને જન્મ આપ્યો છે. આ તેમનું ત્રીજુ સંતાન છે.

બંકિઘમ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું કે રાણી અને પ્રિન્સ ફિલિપ આ સમાચાર સાંભલીને ઘણા ખુશ છે અને પોતાના 10મા પ્રપૌત્રને મળવા માટે ઉતાવળા પણ છે. જન્મ સમયે આ બાળકનું વજન 3.7 કિલો હતું. આ બાળકનું મિડલ નેમ ફિલિપ પોતાના દાદા રાજકુમાર ફિલિપ, રાજકુમાર ફિલિપ અને પોતાના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે

ઝારા ટિંડલને પહેલા બે દીકરીઓ હતી, સાત વર્ષની મિયા અને બે વર્ષની લીના. ઝારાને ત્યાં દિકરાનો જન્મ થયો તેના થોડા દિવસો પહેલા જ તેમની કઝિન રાજકુમારી યૂજેનીએ પણ દીકરાને જન્મ આપ્યો હતો. જે બ્રિટનની મહારાણીનો નવમો પ્રપૌત્ર છે.

(11:56 pm IST)