Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

દેશમાં કોરોનાનું વિકરાળ રૂપ :દિલ્હી,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાએ તોડી નાખ્યા રેકોર્ડ

દિલ્હીમાં ત્રણ મહિના, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ કેસ: મહારાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 31855 નવા કેસ, 15098 દર્દી સાજા થયા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં આજે કોરોનાના નવા 1254  કેસ નોંધાયા છે જયારે મહારાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 31855 નવા કેસો આવતા અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. જો કે દિલ્હીમાં ત્રણ મહિનામાં પહેલી વાર છે કે એક દિવસમાં 1200થી વધુ કેસો આવ્યા હોય, અને હવે અહીં પર એક્ટિવ કેસોની સંખ્યા 4890 પર પહોંચી ગઈ છે, રાજધાનીમાં કુલ કેસોની સંખ્યા પણ 6,51,227 થઈ ગઈ છે, અને આજે 769 દર્દીઓ ઠીક થયા હતા

દિલ્હીમાં અત્યાર સુધીમાં 6,35,364 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 4890 છે, જેમાં 3500 કેસ તો ખાલી માર્ચમાં વધ્યા છે, 1 માર્ચે દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 489 હતી જે વધીને હવે 4 હજાર સુધીક પહોંચી ચૂકી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયજનક છે, છેલ્લા 24 કલાકમાં અહીં 31855 જેટલા નવા કેસ આવ્યા છે, અને દરમિયાન જો કે 15098 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 22,62,593 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાના વધતાં કેસોની વચ્ચે સેમ્પલ ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં અહીં કુલ 1,87,25,307 જેટલા લોકોના પરીક્ષણ થઈ ચૂક્યા છે, જેમાં 25,64,881 લોકો પોઝિટિવ આવ્યા હતા. 12,68,094 જેટલા લોકો હોમ કવોરંટીન છે, અને 13499 લોકો સંસ્થાગત રીતે કવોરંટીન છે. રાજ્યમાં હાલમાં 2,47,299 કેસ એક્ટિવ છે

રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. સોમવારે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા ચિંતા વધી હતી ત્યારે ગત 24 કલાકમાં કોરોનાના 1790 કેસ નોંધાયા છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 1277 દર્દીઓ સાજા થયાં છે. સાથે અત્યાર સુધીમાં 2,78,880 કોરોના મુક્ત થયાં છે. તો  8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4466 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 480 કેસ અને ગ્રામ્યમાં 102 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 506 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 145 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 130 કેસ અને ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે.

 

(10:49 pm IST)