Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

2020-21 ની સાલના નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ હેતુથી NRI સ્ટેટ્સ જાળવી રાખો : કોવિદ -19 સંજોગોને કારણે ભારતમાં રોકાયાના દિવસોની મર્યાદા દૂર કરો : દુબઇ સ્થિત NRI ની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : નામદાર કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : દુબઇ સ્થિત NRI ગૌરવ બૈદએ 2020-21 ની સાલના નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ હેતુથી NRI  સ્ટેટ્સ જાળવી રાખવા સુપ્રીમ કોર્ટમાં  પિટિશન કરી છે.જેમાં જણાવાયા મુજબ  કોવિદ -19 સંજોગોને કારણે ભારતમાં રોકાયાના દિવસોની મર્યાદા દૂર કરવી જોઈએ.પિટિશનરની અરજીને ધ્યાને લઇ નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

ન્યાયમૂર્તિ શ્રી યુયુ લલિત, સુશ્રી  ઈન્દિરા બેનર્જી અનેશ્રી  કે.એમ. જોસેફની ત્રણ જજની બેંચે તાજેતરની સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ( સીબીડીટી ) નેપડકારતી  અરજીની સુનાવણી કરી હતી.જે મુજબ સીબીડીટી સમક્ષ રજુઆત કરવા છતાં તેણે ટેક્સ મામલે NRI  સમૂહને બંને દેશોની સંયુક્ત આવક મુદ્દે કોઈ રાહત આપી નથી.તથા 2019-20 મુજબ જ નિયમ યથાવત રાખ્યો છે.હકીકતમાં વિદેશ સ્થિત ભારતીયો કોવિદ -19 સંજોગોને કારણે ભારતમાં વધુ દિવસો માટે રોકવા મજબુર બન્યા હતા.
સુનાવણી માટેની આગામી મુદત 7 એપ્રિલ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(9:37 pm IST)