Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી.ચિદમ્બરમ તથા કાર્તિ ચિદમ્બરમને દિલ્હી કોર્ટનું સમન્સ : આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ જણાયા છે : 7 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવાનો હુકમ

ન્યુદિલ્હી : INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી.ચિદમ્બરમ તથા કાર્તિ ચિદમ્બરમને દિલ્હી કોર્ટે સમન્સ પાઠવી 7 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે.

સ્પેશિઅલ સીબીઆઈ જજ શ્રી નાગપાલે સમન્સ પાઠવતા જણાવ્યું હતું કે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પાઠવેલા ચાર્જશીટમાં પૂરતા પુરાવાઓ હોવાનું જણાયું  છે.આ 10 આરોપીઓમાં 6 કંપનીઓ છે.ફરિયાદમાં અપાયેલા નામોના તમામ દસ આરોપીઓ વિરુદ્ધ આ મામલે આગળ કાર્યવાહી કરવા માટે મને પૂરતી વિગત  હોય તેવું લાગ્યું છે .

ઉલ્લખનીય છે કે આઈએનએક્સ મીડિયા કેસ પી ચિદમ્બરમ નાણા પ્રધાન હતા તે સમયે આઈએનએક્સ મીડિયાને ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ  પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની મંજૂરીની કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત છે. જે અંગે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) નો દાવો છે  કે પી ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિને ક્લિયરન્સ માટે આઈએનએક્સ મીડિયા માલિકો પીટર અને ઇન્દ્રની મુખરજી પાસેથી ગેરકાયદેસર લાભો મળ્યા હતા.તેવું જણાયું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)