Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કાશ્મીરી પહેરવેશ ફીરણ ઉપર પ્રતિબંધ મૂકાતા કાશ્મીરવાસીઓમાં પ્રચંડ રોષ

જમ્મુ : આ મહીનાની શરૃઆતમાં કાશ્મીરીઓનો પરંપરાગત પહેરવેશ ફીરણ (ફેરણ) પહેરીને આતંકીઓએ બે પોલીસ કર્મચારીઓની હત્યા કર્યા પછી કાશ્મીરી પોશાક ફીરણ ઉપર કાશ્મીરમાં જાહેર સમારંભો અને બજારમાં પહેરીને નીકળવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા કાશ્મીરીઓમાં પ્રચંડ રોષ ફેલાયો છે. શ્રીનગરમાં એક સમારોહમાં ફીરણ પહેરેલા લોકોને પ્રવેશ નહીં અપાતા અને બાદામબારીમાં પણ આવો જ બનાવ બનતા ભારે હંગામો મચ્યો હતો.

(4:59 pm IST)