Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કાશ્મીરમાં બે અઠવાડીયામાં ૩જી બેન્ક લૂંટ : લાખોની રકમ ઉપાડી ગયા

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક બેન્ક લૂંટી છે : છેલ્લા બે અઠવાડીયામાં આ ત્રીજી બેન્ક લૂંટ થઈ છ : બડગામ જીલ્લામાં જમ્મુ કાશ્મીર બેન્કની ચાંદપોરા શાખામાં ૫ આંતકીઓ ત્રાટકયા હતા. ૨ લાખ રોકડા અને ૧૨ બોરની એક બંદૂક લઈને ભાગી ગયા છે : આતંકીઓ ભાગતા ભાગતા સીસીટીવી સિસ્ટમ્સ પણ ઉપાડી ગયા છે : આ પહેલા ૧૬ માર્ચે શ્રીનગરની બહાર આવેલ પંજીનારા ખાતે ગ્રામીણ બેન્કની શાખામાંથી બંદૂકની અણીએ ૩ાા લાખની લૂંટ કરેલ : જયારે ૧૨ માર્ચે બારામુલાના ટંગમર્ગમાં ખુંજેર ખાતે ગ્રામીણ બેન્કની શાખામાંથી ૨ાા લાખથી લુંટ ચલાવેલ.

(4:57 pm IST)